ગુજરાત

OBC કમિશન મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી, જાણો શું આદેશ આપ્યા

Text To Speech

રાજ્યમાં કાયમી ધોરણે OBC કમિશનની નિમણૂકની માંગ સાથે હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે. હાઈકોર્ટમાં આ અરજી બાબતે આજે સુનાવણી કરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. અને શા માટે કાયમી OBC કમીશનની સ્થાપના નથી થઈ તેવા સવાલ પણ કોર્ટે ઉઠાવ્યા હતા.

OBC કમિશનની નિમણૂંક મુદ્દે હાઈકોર્ટમાં અરજી

રાજ્યમાં કાયમી ધોરણે OBC કમિશનની નિમણૂંક કરવા મુદ્દે હાઈકોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટમાં રાજ્યમાં કાયમી ધોરણે OBC કમિશનની નિમણૂંકની માંગ સાથે અરજી કરવામાં આવી હતી. જેના પર સુનાવણી હતી. આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકારને OBC કમિશનની નિમણૂંક કરવા મુદ્દે ટકોર કરી હતી. હાઈકોર્ટે રાજ્ય સરકારને તાકીદ કરી છે કે તે કમિશનની સ્થાપના મુદ્દે ઠોસ પગલા ઉઠાવે. અને આ મામલે રાજ્ય સરકાર આગામી 2 માર્ચ સુધીમાં કોર્ટમાં જવાબ રજૂ કરે તેવો આદેશ આપ્યો છે.

ગુજરાત હાઈકોર્ટ-humdekhengenews

હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી

તાજેતરમાં ગુજરાત સરકારે રાજ્યના પછાત અન્ય વર્ગો OBC માટેના કાયમી કમિશનના ચેરમેન તરીકે ગુજરાત હાઇકોર્ટમાંથી નિવૃત થયેલા ન્યાયાધીશ આ.પી ધોલરિયાની નિમણૂક કરી હતી. ત્યારે રાજ્યમાં કાયમી ધોરણે OBC કમિશનની નિમણૂંક કરવા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજી કરી અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરી છે કે સરકાર પરિપત્ર મુજબ કમિશનના વડાની નિમણૂક કરે તે યોગ્ય નથી. આ મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢતા કહ્યું છે કે, માત્ર નિવૃત જજની નિમણૂંક કરવાથી કમિશનની રચના નથી થતી. એની વિધિવત રચના થવી જોઈએ અને યોગ્ય કામ આપવુ જોઈએ.

 આ પણ વાંચો : ફેબ્રુઆરીમાં એક કે બે નહીં પરંતુ 8 ફિલ્મો થશે રિલીઝ, જાણો લિસ્ટ

Back to top button