ટોપ ન્યૂઝનેશનલ

છત્તીસગઢના બીજાપુરમાં આઈઈડી બ્લાસ્ટ, 2 જવાન શહીદ, ચાર ઘાયલ

Text To Speech
  • ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા
  • સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરુ
  • ઘટના અંગે હજુ સુધી કોઈ વરિષ્ઠ અધિકારીનું નિવેદન સામે આવ્યું નથી

બિજાપુર, 18 જુલાઈ : છત્તીસગઢના બીજાપુરમાં IED બ્લાસ્ટ થયો છે. જેમાં બે જવાનો શહીદ થયા છે. જ્યારે ચાર જવાનો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ખરાબ હવામાનના કારણે સમસ્યા સર્જાઈ રહી છે.

સર્ચ ઓપરેશન કરી પરત ફરી રહ્યા હતા જવાનો

મળતી માહિતી મુજબ, જિલ્લાના તાર્રેમ પોલીસ સ્ટેશન વિસ્તારના મંડીમાર્કાના જંગલમાં શોધખોળ કરીને પરત ફરી રહેલા સૈનિકો પર નક્સલવાદીઓએ હુમલો કર્યો હતો. આ ઘટનામાં બે જવાનો શહીદ થયા છે અને ચાર જવાનો ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે સીઆરપીએફ, કોબ્રા, સીએએફ, ડીઆરજી અને એસટીએફના જવાનો નક્સલ વિરોધી ઓપરેશનમાં હતા, ગઈકાલે સૈનિકો પરત ફરી રહ્યા હતા ત્યારે તારેમ પોલીસ સ્ટેશનના મંડીમર્કાના જંગલોમાં નક્સલવાદીઓ દ્વારા લગાવવામાં આવેલ આઈઈડી બોમ્બ વિસ્ફોટ થયો.

આ પણ વાંચો : કાશ્મીરના ડોડામાં ચોથા દિવસે પણ અથડામણ યથાવત, આતંકીઓના ગોળીબારમાં બે જવાન ઘાયલ

ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર ટેકઓફ કરી શકતું નથી

આ ઘટનામાં STFના હેડ કોન્સ્ટેબલ ભરત લાલ સાહુ અને કોન્સ્ટેબલ સતેર સિંહ શહીદ થયા છે. જ્યારે પુરષોત્તમ નાગ, કોમલ યાદવ, સિયારામ સોરી અને સંજય કુમાર ઘાયલ થયા છે, ઘાયલોને સારવાર માટે બીજાપુર જિલ્લા હોસ્પિટલ લાવવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘાયલોની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને રાયપુર લઈ જવાની તૈયારી કરવામાં આવી રહી છે, પરંતુ ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર ટેકઓફ કરી શકતું નથી. હાલ ઘટના બાદ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ ઘટના અંગે હજુ સુધી કોઈ વરિષ્ઠ અધિકારીનું નિવેદન આવ્યું નથી.

આ પણ વાંચો : અમેરિકામાં ચૂંટણી વચ્ચે પ્રમુખ બાઇડનનો કોરોના રિપોર્ટ પોઝીટીવ

Back to top button