ટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

જસપ્રીત બુમરાહ સામે ICC ક્રિકેટ બોર્ડની મોટી કાર્યવાહી, જાણો કારણ

Text To Speech
  • ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ વિરુદ્ધ કરી મોટી કાર્યવાહી
  • બુમરાહની એક ભૂલના કારણે તેની મેચ ફીમાં 50 ટકાનો કાપ

મુંબઈ, 29 જાન્યુઆરી: ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાને 28 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને મોટો આંચકો લાગ્યો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) જસપ્રીત બુમરાહ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. હૈદરાબાદ ટેસ્ટ મેચના ચોથા દિવસે જસપ્રીત બુમરાહે એક મોટી ભૂલ કરી હતી.

ICCએ જસપ્રીત બુમરાહ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન ICC આચાર સંહિતાના લેવલ 1નો ભંગ કરવા બદલ સત્તાવાર રીતે ઠપકો આપવામાં આવ્યો છે. ICCએ તેને એક ડીમેરિટ પોઈન્ટ આપ્યો છે અને તેની મેચ ફીમાં 50% નો કાપ મૂક્યો છે. જસપ્રીત બુમરાહે ICC આચાર સંહિતાની કલમ 2.12નો ભંગ કર્યો હોવાનું જણાયું હતું.

 

મેચ દરમિયાન જસપ્રીત બુમરાહે ઓલી પોપનો રસ્તો રોક્યો

ઈંગ્લેન્ડ સામેની મેચમાં આ ઘટના બની હતી. ઈંગ્લેન્ડની બીજી ઈનિંગની 81મી ઓવરની જસપ્રીત બુમરાહ બોલિંગ કરી રહ્યો હતો. જ્યારે તે દોડવા જઈ રહ્યો હતો ત્યારે ઈરાદાપૂર્વક ઓલી પોપનો રસ્તો રોક્યાનો આરોપ લાગ્યો હતો, જેના કારણે અયોગ્ય શારીરિક સંપર્ક થયો હતો. 24 મહિનામાં બુમરાહની આ પહેલી ભૂલ હતી. તેથી તેના રેકોર્ડમાં એક ડીમેરિટ પોઈન્ટનો ઉમેરો થયો છે.

બુમરાહે પોતાની ભૂલ સ્વીકારી

આ આરોપ ઓન-ફીલ્ડ અમ્પાયર અને ક્રિસ ગેફની, થર્ડ અમ્પાયર અને ચોથા અમ્પાયર રોહન પંડિતે લગાવ્યો હતો. લેવલ 1ના ઉલ્લંઘનમાં સામાન્ય રીતે સત્તાવાર ઠપકોનો લઘુતમ દંડ, ખેલાડીની મેચ ફીના 50 ટકા મહત્તમ દંડ અને એક કે બે ડિમેરિટ પોઈન્ટ હોય છે. બુમરાહે દોષ કબૂલ કર્યો છે. જેના કારણે તેની મેચ ફીમાં 50 ટકા કાપ મુક્યો છે. આ સાથે તેના રેકોર્ડમાં એક ડીમેરિટ પોઈન્ટ પણ ઉમેર્યો છે.

આ પણ વાંચો: દીકરો ક્રિકેટનો સ્ટાર ખેલાડી બન્યો, પરંતુ પિતા તો આજે પણ… જૂઓ વીડિયો

Back to top button