ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ કપસ્પોર્ટસ

જસપ્રીત બુમરાહ ઓક્ટોબરના ICC પ્લેયર ઓફ ધ મન્થ માટે નોમિનેટ

Text To Speech
  • યાદીમાં સાઉથ આફ્રિકાનો ખેલાડી ક્વિન્ટન ડી. કોક અને ન્યુઝીલેન્ડનો ખેલાડી રચિન રવિન્દ્ર પણ સામેલ
  • જસપ્રિત બુમરાહ રમાઈ રહેલા આઈસીસી વર્લ્ડ કપમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યો છે

દુબઈ : ભારતના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ, જે ચાલુ આઈસીસી વર્લ્ડ કપ 2023માં ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યો છે, તેની મંગળવારે દક્ષિણ આફ્રિકાના ઓપનર ક્વિન્ટન ડી સાથે ઓક્ટોબર 2023 માટે આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. હાલ રમાઈ રહેલા આઈસીસી વર્લ્ડ કપમાં ઓકટોબર મહિનામાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ જસપ્રિત બુમરાહને “મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ” એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો છે. જેમાં સાઉથ આફ્રિકાનો ખેલાડી ક્વિન્ટન ડી. કોક અને ન્યુઝીલેન્ડનો ખેલાડી રચિન રવિન્દ્ર પણ સામેલ છે.

જસપ્રિત બુમરાહ “મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ” માટે ઉત્તમ ઉમેદવાર

ભારતીય ફાસ્ટ બોલર બુમરાહ ICC વર્લ્ડ કપ 2023 દરમિયાન શાનદાર ફોર્મમાં છે, તેણે ઓકટોબર મહિનામાં ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સામે મહત્વપૂર્ણ વિકેટો લીધી છે. તેણે 15.07ની પ્રભાવશાળી સરેરાશ અને 3.91ની ઇકોનોમી રેટ સાથે કુલ 14 વિકેટો લીધી છે તેથી તે તેને “મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ” એક ઉત્તમ ઉમેદવાર બનાવે છે.

દક્ષિણ આફ્રિકાના ઓપનર ડી કોકનો પણ યાદીમાં સમાવેશ

દક્ષિણ આફ્રિકાના અનુભવી ઓપનર ક્વિન્ટન ડી કોકે ક્રિકેટ વર્લ્ડ કપમાં તેની નોંધપાત્ર બેટિંગ કૌશલ્યનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. તેણે શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે બેક ટુ બેક સદીઓ સાથે તેના પ્રદર્શનની શરૂઆત કરી હતી, અને બાંગ્લાદેશ સામે તેણે સનસનાટીભર્યા 174 રન બનાવી નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું. ઓક્ટોબરમાં, ડી કોકે 71.83ની પ્રભાવશાળી સરેરાશથી કુલ 431 રન બનાવ્યા હતા.

આ પણ જુઓ :વર્લ્ડકપમાં ભારતને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયામાંથી થયો બહાર

Back to top button