IPLટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટ્સ

શુભમન ગિલની ઈજા કેટલી ગંભીર? આવતા મેચમાં કરશે આરામ? જુઓ પોતે જ આપ્યું અપડેટ

જયપુર, 29 એપ્રિલ : ગુજરાત ટાઇટન્સનો રાજસ્થાન રોયલ્સ સામે શરમજનક પરાજય થયો હતો. સ્કોરબોર્ડ પર 209 રન લગાવવા છતાં ગુજરાતના બોલરો આ મોટા લક્ષ્યનો બચાવ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. ગુજરાતના સુકાની શુભમન ગિલે બેટિંગ કરીને 84 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

જોકે, ગિલ બેટિંગ કરતી વખતે પીઠની સમસ્યાથી સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. ગિલ બીજી ઇનિંગમાં કેપ્ટનશિપ અને ફિલ્ડિંગ સંભાળવા માટે પણ મેદાન પર આવ્યો ન હતો. ગિલની ગેરહાજરીમાં રાશિદ ખાન મેદાન પર કેપ્ટનશીપ સંભાળતો જોવા મળ્યો હતો. શુભમને પોતે પોતાની ઈજા અંગે અપડેટ આપી છે.

ગિલે ફિટનેસ વિશે અપડેટ આપ્યું હતું

શુભમન ગિલે રાજસ્થાન સામેની હાર બાદ પોતાની ઈજા અંગે અપડેટ આપી હતી. બીજા દાવમાં મેદાન પર ન આવવા અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ગિલે કહ્યું, બેટિંગ કરતી વખતે મને મારી પીઠમાં થોડી જકડતા અનુભવાઈ રહી હતી અને અમારે આગામી થોડા દિવસોમાં આગામી મેચ રમવાની છે. તેથી જ ફિઝિયો કોઈ ચાન્સ લેવા માંગતા ન હતા.

ગિલે સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં પોતાના બેટથી જબરદસ્ત હલચલ મચાવી હતી. ગુજરાતના કેપ્ટને 50 બોલનો સામનો કરીને 84 રન બનાવ્યા હતા. તેની ઇનિંગ્સ દરમિયાન, ગિલ 168ના સ્ટ્રાઇક રેટથી રમ્યો હતો અને તેણે 5 ચોગ્ગા અને 4 જબરદસ્ત છગ્ગા ફટકાર્યા હતા.

હાર છતાં ગુજરાત મજબૂત સ્થિતિમાં

રાજસ્થાન રોયલ્સ સામેની હાર છતાં ગુજરાત ટાઇટન્સ IPL 2025 પોઇન્ટ ટેબલમાં મજબૂત સ્થિતિમાં છે. ગુજરાતે આ સિઝનમાં અત્યાર સુધીમાં 9 મેચ રમી છે, જેમાંથી ટીમે 6માં જીત મેળવી છે. સાથે જ ટીમને 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. પ્લેઓફમાં ટિકિટ બુક કરવા માટે ગિલની સેનાએ બાકીની પાંચ મેચમાંથી ઓછામાં ઓછી ત્રણ મેચ જીતવી પડશે. ગુજરાતના હાલમાં 12 પોઈન્ટ છે અને ત્રણ મેચ જીતીને ટીમ 18 પોઈન્ટ સાથે અંતિમ ચારમાં પ્રવેશ મેળવી લેશે.

આ પણ વાંચો :- પહલગામ આતંકી હુમલા બાદ મોદી સરકારની કાલે પ્રથમ કેબિનેટ બેઠક, મહત્વના નિર્ણયો લેવાય તેવી શક્યતા

Back to top button