ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

દર અઠવાડિયે કેટલું વજન ઘટાડવું સેફ ગણાય? ICMRએ જણાવ્યા હેલ્ધી વિકલ્પો

Text To Speech
  • વધતા વજનથી આજકાલ લોકો પરેશાન તો છે, પરંતુ એક વીકમાં કેટલું વજન ઘટાડવું સેફ ગણાય તે જાણવું ખૂબ જરૂરી છે અને તે વજન કેવી રીતે ઘટાડી શકાય?

વધવા વજનના કારણે આજકાલ અનેક લોકો પરેશાન છે અને વજન ઝડપથી ઘટાડવા માટે જાતજાતની રીતો અપનાવે છે. ICMRએ જણાવ્યું છે કે એક વીકમાં કેટલું વજન ઘટાડવું સેફ ગણાય. લોકોને ધીમે ધીમે વજન ઘટાડવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. ICMRએ તાજેતરમાં જારી કરેલા દિશાનિર્દેશોમાં વજન ઘટાડવા માટે સંતુલિત ડાયેટ લેવાની ભલામણ કરી છે. ક્યારેય પણ દવાઓથી વજન ન ઘટાડવું જોઈએ.

એક અઠવાડિયામાં કેટલું વજન ઘટાડશો?

ICMR અનુસાર વેઈટ લોસ ધીમે ધીમે થવું જોઈએ. વજન ઘટાડવાના ડાયેટમાં રોજ 1000 કેલરી ઘટાડવી દોઈએ. તેના કારણે તમામ પોષક તત્વો મળે છે. દર અઠવાડિયે અડધો કિલો વજન ઘટાડવું સેફ માનવામાં આવે છે. ઝડપથી વજન ઘટાડવાની રીતો અને મેદસ્વીતા ઘટાડતી દવાઓનો ઉપયોગ કરવાથી બચવું જોઈએ.

આ છે વજન ઘટાડવાના હેલ્ધી વિકલ્પ

દર અઠવાડિયે કેટલું વજન ઘટાડવું સેફ ગણાય? ICMRએ જણાવ્યા હેલ્ધી વિકલ્પો hum dekhenge news

પર્યાપ્ત માત્રામાં શાકભાજી સાથે સંતુલિત ડાયટ

પૂરતા પ્રમાણમાં શાકભાજીની સાથે બેલેન્સ્ડ ડાયેટ લો. હાઈ ફાઈબર અને પોષક તત્વોથી વધુ ખાવાની ઈચ્છા રોકી શકો છો. તે વધુ કેલરીની જરૂરિયાતને ઘટાડી દેશે.

શાકભાજી વધુ ખાવ

કેલરી ઓછી લો. વિટામિન્સ, મિનરલ્સ અને ફાઈબરથી ભરપૂર શાકભાજી વજનને ઘટાડવામાં મદદ કરશે, તેથી વધુ શાક ખાવ.

પોર્શન કન્ટ્રોલની પ્રેક્ટિસ કરો

પોર્શન કન્ટ્રોલ એ પ્રેક્ટિસનો જ વિષય છે. કેટલું ખાવું તેનું ધ્યાન રાખો અને વધુ ખાવાથી બચો.

સ્માર્ટ સ્નેક

પોષક તત્વોથી ભરપૂર વિકલ્પ પસંદ કરો અને મુઠ્ઠુ ભર ડ્રાયફ્રુટ્સ રોજ ખાવ, સાદું દહીં, મસાલા સાથે કાપેલા શાકભાજી ખાવ

દર અઠવાડિયે કેટલું વજન ઘટાડવું સેફ ગણાય? ICMRએ જણાવ્યા હેલ્ધી વિકલ્પો hum dekhenge news

જમવાનું બનાવવાની રીત

જમવાનું બનાવવા માટેની રીત યોગ્ય હોવી જોઈએ. ગ્રિલિંગ, બેકિંગ, સ્ટીમિંગથી બનેલી વસ્તુઓમાં ઓછા તેલની જરૂર હોય છે. તેલથી બનેલા ખાવામાં એનર્જી લેવલ પણ ઓછું હોય છે.

ખાંડ વાળા ડ્રિંક્સ સીમિત કરો

સોડા અને ફળોનો રસ જેવા ખાંડ વાળા ડ્રિંક્સ ઓછા ખાવ. પાણી, હર્બલ ચા કે સુગર વગરના ડ્રિંક્સ બહેતર છે.

ફૂડ લેબલ વાંચો

કેલરી, ફેટ, ખાંડ, સોડિયમની જાણકારી માટે ફૂડ લેબલ ચેક કરો. ખાવાની એવી વસ્તુઓ પસંદ કરો, જેમાં હેલ્ધી તત્વો હોય.

આ પણ વાંચોઃ ગરમીથી બચવા શ્વાને કર્યો અનોખો જુગાડ, વીડિયો જોઈ નહીં રોકી શકો હસવું

Back to top button