ટ્રેન્ડિંગનેશનલ

IPS મહિલાના પતિ પાસે  કેટલા પૈસા મળ્યા ? IPSએ ક્યાં કર્યું હતું રોકાણ?  

મુંબઇ, 17 જૂન 2025: IPS Money laundering પોલીસની આર્થિક ગુના શાખા (EOW) આ વર્ષે ફેબ્રુઆરીમાં  IPS અધિકારી રશ્મિ કરંદીકરના પતિ પુરુષોત્તમ ચવ્હાણ અને અન્ય 11 લોકો સામે બે FIR નોંધી હતી, જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેમણે મુંબઈ, થાણે અને પુણેમાં રાહત દરે સરકારી ક્વોટા ફ્લેટ આપવાના નામે 20 પીડિતો સાથે 24.78 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. જ્યારે આ મામલે તપાસ કરાઇ તો આઇપીએસ પત્નીના પતિના બેંક એકાઉન્ટમાંથી અધધ રકમ મળી આવી. પોલીસને પણ સવાલ થયો કે આટલા પૈસા આવ્યા ક્યાંથી?
IPS અધિકારી રશ્મિ કરંદીકરના પતિ સામે તપાસ
IPS અધિકારી રશ્મિ કરંદીકરના પતિ પુરુષોત્તમ ચવ્હાણ સામે મુંબઈ એ સકંજો કડક કરી દીધો છે.  છેતરપિંડી અને મની લોન્ડરિંગની તપાસનો સામનો કરી રહેલા પુરુષોત્તમ ચવ્હાણના બેંક ખાતામાં 2.64 કરોડ રૂપિયા મળી આવ્યા હતા. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઉભો થાય છે કે IPS પતિ પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા? EOW ની તપાસમાં જાણવા મળ્યું કે IPS રશ્મિ કરંદીકરે શેરબજારમાં ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં પૈસા રોક્યા હતા, પરંતુ તેમને નુકસાન થયું.
કરંદીકરને આ કેસમાં આરોપી બનાવ્યા નથી
EOW એ મહારાષ્ટ્રના પોલીસ મહાનિર્દેશક ને પત્ર લખીને સ્પષ્ટતા માંગી છે કે શું IPS અધિકારી રશ્મિ કરંદીકરે તેમના પ્રોપર્ટી ડિસ્ક્લોઝરમાં જાહેર કર્યું હતું કે આ પૈસા 2017 થી 2018 ની વચ્ચે 90 દિવસની અંદર તેમના ખાતામાં આવ્યા હતા.  EOW એ IPS રશ્મિ કરંદીકરને આ કેસમાં આરોપી બનાવ્યા નથી. અખબારી અહેવાલ મુજબ, જ્યારે IPS પત્નીને તેમના પતિના બેંક ખાતામાં આટલા પૈસા આવવા અંગે ફોન પર પૂછપરછ કરવામાં આવી, ત્યારે તેમણે જવાબ આપ્યો, “હું તબીબી રજા પર છું અને વાત કરવાની સ્થિતિમાં નથી.”
263 કરોડ રૂપિયાના આવકવેરા રિફંડની અલગથી તપાસ
વધુમાં આવકવેરા રિફંડ છેતરપિંડીની તપાસ પણ ચાલી રહી છે. આ કેસો ઉપરાંત, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પુરુષોત્તમ ચવ્હાણ સામે 263 કરોડ રૂપિયાના આવકવેરા રિફંડ છેતરપિંડીની અલગથી તપાસ કરી રહ્યું છે. EOW ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “પૈસા IPS રશ્મિ કરંદીકરના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને પરત કરવામાં આવ્યા ન હતા. અમે તેમને પૂછપરછ માટે બોલાવ્યા છે જેથી તેઓ ખુલાસો આપી શકે.
પતિથી છૂટાછેડા માટે અરજી, સરકારી નિવાસસ્થાન ખાલી
IPS  કરંદીકર હજુ સુધી તબીબી રજાનો ઉલ્લેખ કરીને હાજર થયા નથી. પરંતુ અન્ય માધ્યમોને એક સાથીદારના જણાવ્યા અનુસાર, તેમણે માનસિક ત્રાસ અને નાણાકીય વ્યવહારો છુપાવવાનો ઉલ્લેખ કરીને બાંદ્રા ફેમિલી કોર્ટમાં તેમના પતિથી છૂટાછેડા માટે અરજી કરી છે. IPS રશ્મિ કરંદીકરે પોલીસ મુખ્યાલયને ઔપચારિક રીતે જાણ કર્યા વિના કોલાબા પોલીસ સ્ટેશનની ઉપર સ્થિત તેમનું સરકારી નિવાસસ્થાન ખાલી કરી દીધું હોવાનો આરોપ છે.

આ પણ વાંચો: પંચકમ્ યોજના: વિદ્યાર્થીઓ સંસ્કૃત ભણશે તો નાણાકીય સહાય પણ મળશે

આ પણ વાંચો: કોલસા મંત્રાલયે કરી 200મા કોલસા બ્લોકની ઐતિહાસિક ફાળવણી

Back to top button