ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

રાહુલ ગાંધી કેટલું કમાય છે? ક્યાં-ક્યાં મૂડીરોકાણ કર્યું છે?

વાયનાડ, કેરળ, 4 એપ્રિલઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આવક કેટલી છે? તેઓ તેમની આવકનો કેવી રીતે ઉપયોગ કરે છે? મૂડી રોકાણ ક્યાં-ક્યાં કરે છે? આવા પ્રશ્નો દેશના સામાન્ય નાગરિકોને થતા હશે. હવે આવા તમામ પ્રશ્નના જવાબ સત્તાવાર રીતે ઉપલબ્ધ થયા છે.

રાહુલ ગાંધીએ ગઈકાલે બુધવારે કેરળની વાયનાડ બેઠક પરથી બીજી વખત લોકસભા ચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવી હતી. આ માટે તેમણે કરેલા સોગંદનામા મુજબ કોંગ્રેસના નેતાની વાર્ષિક આવક 1 કરોડ રૂપિયાથી વધુ છે. રાહુલ ગાંધીએ આપેલી તેમની નાણાકીય વિગતો પરથી જાણવા મળ્યું છે કે તેઓ શેરબજારમાં પણ રોકાણ કરે છે. તેમના પોર્ટફોલિયો (રાહુલ ગાંધી પોર્ટફોલિયો)માં 24 કંપનીઓના સ્ટોક છે જેની કિંમત હાલમાં રૂ. 4.4 કરોડ છે. આ સિવાય કોંગ્રેસના નેતાએ પોસ્ટ ઓફિસ સ્કીમ્સ, પીપીએફ અને સોવરિન ગોલ્ડ બોન્ડમાં પણ નાણાંનું રોકાણ કર્યું છે.

રાહુલના ચૂંટણી સોગંદનામા મુજબ તેઓ છેલ્લા ઘણા સમયથી વાર્ષિક 1 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી રહ્યા છે. નાણાકીય વર્ષ 2022-23માં તેમની વાર્ષિક આવક 1,02,78,680 રૂપિયા હતી. 21-22માં કોંગ્રેસના નેતાએ 1,31,04,970 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. 20-21માં રૂ. 1,29,31,110 કરોડ, 19-20માં રૂ. 1,21,54,470 કરોડ અને 18-19માં રૂ. 1,20,37,700 કરોડની કમાણી કરી હતી.

મૂડીરોકાણનો પોર્ટફોલિયો

રાહુલ ગાંધીના પોર્ટફોલિયોમાં 24 કંપનીઓના શેર છે. તેમની વર્તમાન કિંમત 4.4 કરોડ રૂપિયા છે. તેણે પિડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ અને બજાજ ફાઇનાન્સમાં સૌથી વધુ નાણાંનું રોકાણ કર્યું છે. આ બંને કંપનીઓમાં તેમનું રોકાણ 40 લાખ રૂપિયાથી વધુ છે. કોંગ્રેસના નેતાએ એશિયન પેઈન્ટ્સ, નેસ્લે ઈન્ડિયા, ટાઈટન, એચયુએલ અને આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં પણ નાણાંનું રોકાણ કર્યું છે.

પોર્ટફોલિયોમાં વિવિધતા

રાહુલ ગાંધીએ તેમના પોર્ટફોલિયોમાં સારી રીતે વૈવિધ્યીકરણ કર્યું છે. તેણે કન્ઝ્યુમર સ્ટેપલ્સ, આઈટી, હેલ્થકેર, ઈન્ડસ્ટ્રીયલ અને ફાઈનાન્સિયલ સેક્ટરમાં નાણાંનું રોકાણ કર્યું છે. રાહુલ ગાંધીએ તેમના મોટાભાગના નાણાં બ્લુ ચિપ્સમાં રોક્યા છે અને 11 શેર ઇક્વિટી બેન્ચમાર્ક નિફ્ટી 50ના છે. તેમણે નિફ્ટીના 6 સોફ્ટવેર શેરોમાં કુલ રૂ. 42 લાખનું રોકાણ કર્યું છે.

મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ છે

રાહુલ ગાંધીએ HDFC AMC, ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ અને PPFAS મ્યુચ્યુઅલ ફંડની યોજનાઓમાં નાણાંનું રોકાણ કર્યું છે. મ્યુચ્યુઅલ ફંડમાં રાહુલ ગાંધીનું કુલ રોકાણ રૂ. 3.81 કરોડ છે. સ્ટોક્સ ઉપરાંત, રાહુલ ગાંધીએ બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝના 52 નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCDs)માં નાણાંનું રોકાણ કર્યું છે. રાહુલ ગાંધી પાસે 55 હજાર રૂપિયાની રોકડ છે. આ સિવાય બેંક ખાતામાં 26.25 લાખ રૂપિયા, ડિબેન્ચરમાં 1.90 લાખ રૂપિયા અને સોવરિન ગોલ્ડ બોન્ડમાં 15.21 લાખ રૂપિયા છે. તેણે પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમ, ઈન્સ્યોરન્સ અને પીપીએફમાં 61.52 લાખ રૂપિયાનું રોકાણ પણ કર્યું છે.

આ પણ વાંચોઃ નાણાકીય વર્ષ 2025માં કપડાંની નિકાસ 8-9 ટકા વધશે: ICRA

Back to top button