ટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલવર્લ્ડ

દુબઈમાં કચરો ઉઠાવનાર યુવકોની કમાણી કેટલી? પંજાબી યુવકે ખુલાસો કર્યો

Dubai earning: ભારતના લાખો યુવાઓ દુબઈમાં નોકરી અને સારી કમાણીનું સપનું જુએ છે. ખાસ કરીને પંજાબ, ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી ઘણા લોકો રોજગાર માટે દુબઈ પહોંચે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક પંજાબી યુવકનો વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે દુબઈમાં કચરો ઉઠાવનાર કામદારોની કમાણી અને તેમની મહેનત વિશે ખુલ્લેઆમ વાત કરી છે.

આ યુવકનું નામ અભિષેક સિંહ છે, જે પંજાબથી દુબઈ કામ કરવા ગયા છે. તેમનો ઇન્ટરવ્યૂ દુબઈમાં રહેતા કન્ટેન્ટ ક્રિએટર જગદીશ ચાવલાએ લીધો હતો. જગદીશ પોતાના સોશિયલ મીડિયા પર દુબઈમાં કામ કરતા ભારતીય લોકોની નોકરી, કમાણી અને જીવનશૈલી વિશે વીડિયો શેર કરતા રહે છે. અભિષેકનો વીડિયો પણ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો, જે હવે લાખો લોકો સુધી પહોંચી ગયો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

અભિષેકે જણાવ્યું કે તેઓ પોતાના ભાઈ સાથે દુબઈ ગયા હતા. તેમના ભાઈ પહેલાથી જ એક કંપનીમાં ડ્રાઇવર તરીકે કામ કરતા હતા. ભાઈની મદદથી જ અભિષેકને પણ નોકરી મળી. હાલ બંને ભાઈ દુબઈમાં મહેનત કરીને પરિવાર માટે કમાણી કરી રહ્યા છે.

વિડિયોમાં અભિષેકે જણાવ્યું કે તેમની ડ્યુટી રોજ લગભગ 11 થી 12 કલાક સુધી ચાલે છે. તેઓ ગાર્બેજ કલેક્શન એટલે કે કચરો ઉઠાવવાનું કામ કરે છે. તેમના કહેવા મુજબ, આટલી ભારે મહેનત માટે ઓછામાં ઓછી 2000 દિરહમ સેલેરી હોવી જોઈએ. જોકે હાલ તેઓને અંદાજે 1800 થી 1900 દિરહમ સુધી પગાર મળે છે. ભારતીય રૂપિયામાં જોવામાં આવે તો આ રકમ લગભગ 49 હજાર રૂપિયા જેટલી થાય છે.

અભિષેકે એ પણ જણાવ્યું કે કંપની તરફથી રહેવાની સુવિધા આપવામાં આવે છે, પરંતુ ખાવા-પીવાનો ખર્ચ પોતે જ ઉઠાવવો પડે છે. ભારે ગરમી અને લાંબા કલાકોની ડ્યુટી હોવા છતાં તેઓ સતત મહેનત કરી રહ્યા છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. લાખો લોકોએ વીડિયો જોયો છે અને હજારો લોકોએ તેમની મહેનતની પ્રશંસા કરી છે. ઘણા યુઝર્સે લખ્યું કે કોઈપણ કામ નાનું નથી હોતું અને મહેનત કરનાર વ્યક્તિ હંમેશા સન્માનનો હકદાર હોય છે.

અભિષેકની સાદગી અને ઈમાનદારી લોકોને ખૂબ પસંદ આવી રહી છે. તેમણે કોઈ સંકોચ વગર પોતાની નોકરી અને જીવન વિશે ખુલ્લેઆમ વાત કરી. આ કારણે તેમની કહાની હવે અનેક યુવાઓ માટે પ્રેરણા બની રહી છે, જે વિદેશ જઈ મહેનતથી પોતાનું ભવિષ્ય બદલવા માંગે છે.

આ પણ વાંચો : બુધ નક્ષત્ર પરિવર્તન 2026: પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશથી આ રાશિઓની ચમકશે કિસ્મત

Back to top button