ગુજરાતટોપ ન્યૂઝ

હજી ક્યાં સુધી રહેશે ઠંડી અને કેવો રહેશે રાજ્યમાં ઉનાળો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી

રાજ્યમાં માવઠા બાદ ફરીથી એક વાર ઠંડીએ જોર પકડ્યું છે. છલ્લા બે દિવસથી ઠંડીમાં વધારો નોંધાયો છે. ત્યારે અને હવામાન વિભાગ દ્વારા પણ આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે ઠંડીનો હજુ બીજો રાઉન્જ શરુ થતા આગામી દિવસોમાં હાડ થીજવતી ઠંડી પડશે. ત્યારે હવામાન નિષ્ણાંત દ્વારા ઠંડીનું જોર ઓછું થવાની આગાહી કરવામાં આવી છે.

ફેબ્રુઆરીના અંતથી જ ગરમીનું પ્રમાણ વધશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા તાજેતરમાં નવી આગાહી કરવામાં આવી છે. જેમાં તેમણે હવે ધીમે-ધીમે ઠંડીના જોરમાં ઘટાડો થશે તેમ જણાવ્યું છે. તેમજ અંબાલાલ દ્વારા ફેબ્રુઆરીના અંતથી જ ગરમીના પ્રમાણમાં વધારો થશે અને માર્ચ સુધીમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

4 દિવસ ઠંડીથી આંશિક રાહત મળશે

હાલ રાજ્યમાં નહેલી સવારે કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત દ્વારા આગામી 4 દિવસ ઠંડીથી આંશિક રાહત મળવાની આગાહી કરવામા આવી છે. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાના કારણે તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે. જેના કારણે ઠંડીમાં આંશિક વધારો થવાની શક્યતા રહેલી છે. અને વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય થશે તેના લીધે તાપમાન ઊંચું જશે.

હવામાન આગાહી -HUMDEKHENGENEWS

આજનું તાપમાન કેવું રહેશે ?

હવામાન નિષ્માંતના જણાવ્યા મુજબ આજના દિવસે રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે. અને આજે પણ 10 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે. તેમજ મધ્ય ગુજરાતના ભાગોમાં અને અમદાવાદમાં લઘુતમ તાપમાન 11 ડિગ્રી રહેવાની શક્યતા છે. અંબાલાલે જણાવ્યુ હતુ કે ફેબ્રુઆરીની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ દક્ષિણ ગુજરાતમાં લઘુત્તમ તાપમાન થોડું વધુ રહી શકે તેવી શખ્યતા છે.

ફેબ્રુઆરીના અંત સુધીમાં લઘુત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી પહોંચશે

હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર હવે ધીમે-ધીમે ઠંડીનો પારો ઘટશે અને ગરમી જોર પકડશે એને ફેબ્રુઆરીના અંત સુધીમાં લઘુત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીની એકદમ નજીક પહોંચી જવાની શક્યતા સેવાઈ રહી છે. તેમજ ફેબ્રુઆરીના બીજા સપ્તાહથી ગરમી જોર પકડશે અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી આસપાસ પહોંચી જશે. તો 19 થી 20 ફેબ્રુઆરીએ મહત્તમ તાપમાન વધતું જશે. અને ફેબ્રુઆરીના અંત સુધીમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી થઈ થવાની શકયતા રહેલી છે.

માર્ચ મહિનામાં ગરમીનું પ્રમાણ વધારે રહેશે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. કે આ વર્ષે ઉનાળો આકરો રહેશે. જ્યારે માર્ચ મહિનામાં ગરમીનું પ્રમાણ વધારે રહેશે. અંબાલાલનું અનુમાન છે કે 4 માર્ચથી ગરમીના પ્રમાણમાં વધારો થશે. તેમજ માર્ચ મહિનામાં 40 ડિગ્રી તાપમાન પહોંચી જાય તેવી શક્યતા રહેલી છે. જ્યારે 25થી 26 માર્ચના દરિયા કિનારે ભારે પવન ફૂંકાવવાની શક્યતા છે. અને 13 થી 14 માર્ચમાં હવામાનમાં પલટો આવી શકે છે. અને 18 માર્ચથી ગરમીનું પ્રમાણ વધશે. તો 26 માર્ચ સુધીમાં આસપાસ વાદળો સર્જાઈ શકે છે. તેમજ 25 થી 26 માર્ચની વચ્ચે દરિયા કિનારે પવનનું જોર રહેશે. અંબાલાલના જણાવ્યા મુજબ માર્ચ મહિનામાં ગરમી, વાદળ છાયું વાતાવરણ, દરિયા કિનારે પવન અને હવામાનમાં ઘણા પલટા આવશે.

18થી 25 એપ્રિલમાં બેવડીઋતુનો અહેસાસ થશે

આ વખતે માર્ચ મહિનામાં ગરમીમાં આકરી ગરમી પડશે 18 માર્ચથી 25 એપ્રિલ વચ્ચેનું હવામાન બગડે છે. 18થી 25 એપ્રિલમાં બેવડીઋતુનો અહેસાસ થઈ શકે છે. બેવડી ઋતુના કારણે કૃષિ પાક અને લોકોના સ્વાસ્થ્ય પર અસર પહોંચી શકે છે.

આ પણ વાંચો  :ગૌતમ અદાણીએ લોકોને જણાવ્યું FPO પરત ખેંચવાનું સાચું કારણ, જુઓ Video

Back to top button