ટોપ ન્યૂઝબિઝનેસ

ગૌતમ અદાણીએ લોકોને જણાવ્યું FPO પરત ખેંચવાનું સાચું કારણ, જુઓ Video

સતત દબાણમાં ચાલી રહેલા અદાણી ગ્રુપના ગૌતમ અદાણી હવે લોકોની સામે ફરી એકવાર મેસેજ આપવા માટે આવ્યા છે. હજી બુધવારે મોડી રાત્રે પોતાના અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડના બોર્ડે રૂ. 20,000 કરોડની સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ કરેલ ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO) પાછી ખેંચી લીધી છે. જેની અસર બજારમાં ન પડે તેના માટે ગુરુવારે વહેલી સવારે લોકોને વીડિયોના માધ્યમથી મેસેજ આપ્યો છે.

આ પણ વાંચો : અદાણી એન્ટરપ્રાઇઝે 20 હજાર કરોડનો FPO પાછો ખેંચ્યો, રોકાણકારોના પૈસા પરત મળશે

કેમ વધી રહ્યું હતું દબાણ ?

જેમાં તેઓ રોકાણકારોનો ફરી એકવાર વિશ્વાસ જીતવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તેવું જોવા મળ્યું છે. ગૌતમ અદાણી પોતે આગળ આવ્યા છે અને રોકાણકારોને સમજાવ્યા છે અને FPO પાછું ખેંચવાનું કારણ પણ આપ્યું છે. ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ FPO પછી મંગળવારે તેને પાછો ખેંચી લેવાના નિર્ણયથી ઘણાને આશ્ચર્ય થયું હશે. પરંતુ ગઈકાલે બજારના ઉતાર-ચઢાવને જોતા બોર્ડને લાગ્યું કે FPO સાથે આગળ વધવું નૈતિક રીતે યોગ્ય ગણાશે નહીં અને તેને જોતાં લોકોના માટે FPO પાછો ખેંચવાનો નિર્ણય કર્યો છે.

ગૌતમ અદાણીએ કહ્યું કે, અમારા રોકાણકારોનું હિત મારા માટે સર્વોપરી છે. તેથી, રોકાણકારોને સંભવિત નુકસાનથી બચાવવા માટે, અમે FPO પાછો ખેંચી લીધો છે. જેનાથી આગામી સમયની યોજનાઓ અને હાલની માર્કેટમાં કંપનીની સ્થિતિને કોઈ જ અસર જોવા મળશે નહીં. તેમજ કંપનીનો ઉદ્દેશ્ય શેરબજારમાં આવતા ઉતાર-ચઢાવને ધ્યાનમાં રાખીને તેના રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાનો છે. એટલા માટે અમે FPOમાંથી મળેલી રકમ પરત કરવા જઈ રહ્યા છીએ અને તેનાથી સંબંધિત ટ્રાન્ઝેક્શન સમાપ્ત કરીશું.

આ પણ વાંચો : શું માર્કેટને બજેટ પસંદ ન આવ્યું કે પછી અદાણીના શેર રહ્યા બજારને નીચે લાવવા માટે કારણભૂત ?

શું કરી હતી FPO અંગે બુધવારે જાહેરાત

આ પહેલા કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 1 ફેબ્રુઆરી, 2019 ના રોજ યોજાયેલી તેની બેઠકમાં 1 રૂપિયાના ફેસ વેલ્યુના ઇક્વિટી શેરના રૂ. 20,000 કરોડ સુધીના FPOને મંજૂરી આપી છે. તેના શેરધારકોના હિતમાં  આગળ  નહીં વધવાનું નક્કી કર્યું છે. કંપનીએ શેરબજારને આપેલી માહિતીમાં આ માહિતી આપી છે.

Adani FPO: હિંડનબર્ગના રિપોર્ટથી ડુબતા અદાણીની મદદે કયા મિત્રો આવ્યા? સોશિયલ મીડિયામાં ગરમાગરમ ચર્ચા hum dekhenge news

શું હતી સોશિયલ મીડિયા પર ચર્ચા ? 

અદાણી એન્ટરપ્રાઇઝનો FPO મંગળવારે આખો સબસ્ક્રાઇબ થઇ ગયો હતો. શેરબજારના આંકડાઓ પર નજર કરીએ તો, છેલ્લા દિવસે નોન-ઇન્સ્ટીટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (NII) દ્વારા રૂ. 20,000 કરોડનો FPO સબસ્ક્રાઇબ થયો હતો. અદાણી એન્ટરપ્રાઇઝે બિડ માટે 4.55 કરોડ શેર મૂક્યા હતા, જેની સામે 4.62 કરોડ શેર સબસ્ક્રાઇબ થયા હતા. હિંડનબર્ગના રિપોર્ટના કારણે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહેલા અદાણી જૂથ માટે તેમના મિત્રો આગળ આવ્યા હોવાની ગરમાગરમ ચર્ચા સોશિયલ મીડિયામાં ચાલી રહી છે.

Back to top button