કેવી રીતે થાય છે છાયા દાન, શનિ ગ્રહ સાથે શું છે કનેક્શન?
- હિંદુ ધર્મમાં અનેક પ્રકારના દાનનો મહિમા વર્ણવવામાં આવ્યો છે, જેનું અલગ અલગ મહત્ત્વ છે. આ દાનમાંથી એક છે છાયા દાન, તેનું શનિ ગ્રહ સાથે મહત્ત્વ છે.
હિંદુ ધર્મમાં દાન આપવાને પવિત્ર કાર્ય ગણાવવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે દાન આપવાથી દાતા અને ગ્રહણ કરનાર બંનેને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. એવી માન્યતા છે કે જરૂરિયાતમંદોને દાન કરવાથી ભગવાન દાતા પર પ્રસન્ન થાય છે અને તેમની પર કૃપા વરસાવે છે. હિંદૂ ધર્મમાં અનેક પ્રકારના દાનનો મહિમા વર્ણવવામાં આવ્યો છે, જેનું અલગ અલગ મહત્ત્વ છે. આ દાનમાંથી એક છે છાયા દાન. જાણો છાયા દાન કેવી રીતે કરવામાં આવે છે અને તેનું શનિ ગ્રહ સાથે શું કનેક્શન છે?
જ્યોતિષશાસ્ત્રમાં છાયા દાનનો વિશેષ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. છાયા દાન કરીને વ્યક્તિ પોતાના ભવિષ્યને બહેતર બનાવી શકે છે. છાયા દાનનું શનિ દેવ સાથે ઊંડુ કનેક્શન છે. છાયા દાન શનિના પ્રકોપથી બચવા માટે કરવામાં આવે છે. શનિ દેવનો પ્રિય રંગ કાળો છે, તેથી કાજલનું દાન કરવાથી આંખોની રોશની વધે છે. કાળા કંબલનું દાન કરવાથી ઘરમાં સંપન્નતા આવે છે.
એવું કહેવાય છે કે ભૂતકાળની ભૂલોથી મળનારી સજાથી બચવા માટે છાયા દાન કરવામાં આવે છે. વ્યક્તિને તેનાથી યોગ્ય રાહ પર ચાલવાની પ્રેરણા મળે છે. ઉલ્લેખનીય છે કે છાયા દાન કરવા માટે એક લોખંડના વાસણમાં સરસવનું તેલ લઈ લો. તેમાં થોડા સિક્કા નાંખીને તમારી છબી જોઈ લો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તમારી ભૂલો આ તેલમાં ચાલી જાય છે. ત્યારબાદ ગરીબ વ્યક્તિને આ પાત્ર દાનમાં આપી દો.
આ પણ વાંચોઃ ચારધામ જતા યાત્રિકો માટે એલર્ટ: જાણો શું છે નવી માર્ગદર્શિકા