ટ્રેન્ડિંગધર્મ

કિચનમાં રોજ કરો આ કામ, મા લક્ષ્મી આકર્ષાઈને આવશે

Text To Speech
  • ગરુડ઼ પુરાણમાં પણ રસોડા સાથે જોડાયેલા એવા કેટલાક કામ જણાવાયા છે, જે કરવાથી મા લક્ષ્મીની કૃપા સદા તમારી પર વરસતી રહે છે

હિંદૂ ધર્મમાં અનેક પુરાણોનો ઉલ્લેખ મળે છે. એવો જ એક ગ્રંથ છે ગરુડ પુરાણ, જે 18 મહાપુરાણોમાંથી એક માનવામાં આવે છે. એવી માન્યતા છે કે મૃત્યુ બાદ 13 દિવસ સુધી ગરુડ પુરાણનો પાઠ જરૂર કરવો જોઈએ. ગરુડ પુરાણમાં જન્મ, મૃત્યુ ઉપરાંત સુખ-સમૃદ્ધિ અને સુખી જીવનના ઉપાય દર્શાવાયા છે. ઘરનો મુખ્ય હિસ્સો કિચન માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે ઘરમાં મહાલક્ષ્મીનો વાસ હોય છે, ત્યાં ક્યારેય ધન ધાન્યની કમી આવતી નથી. કેટલાક ઉપાયોની મદદથી મા લક્ષ્મીને પ્રસન્ન કરીને તેમની નારાજગી દૂર કરી શકાય છે. ગરુડ઼ પુરાણમાં પણ રસોડા સાથે જોડાયેલા એવા કેટલાક કામ જણાવાયા છે, જે કરવાથી મા લક્ષ્મીની કૃપા સદા તમારી પર વરસતી રહે છે.

કિચનમાં રોજ કરો આ કામ, મા લક્ષ્મી આકર્ષાઈને આવશે hum dekhenge news

આ છે કિચનના નિયમો

  • રસોડામાં હંમેશા સ્નાન કરીને જ પ્રવેશ કરવો જોઈએ. સ્નાન કર્યા વગર રસોડામાં જમવાનું ન બનાવવું જોઈએ.
  • દરરોજ રસોડામાં જમવાનું બનાવતા પહેલા ઘીનો દિવો ઉત્તર દિશામાં કરો. જ્યારે પણ ગેસ ચાલુ કરો ત્યારે અગ્નિદેવને પ્રણામ જરૂર કરો.
  • તમારા રસોડામાં કદી ડસ્ટબિન ન રાખો. ધ્યાન રાખો રસોડામાં કચરો ભેગો ન થવા દો.
  • માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે કિચનમાં સાત્વિક ભોજન જ કરો. માંસાહારી ભોજનથી દૂર રહો.
  • રસોડામાં મા અન્નપૂર્ણાની તસવીર રાખવી શુભ માનવામાં આવે છે. હંમેશા જમવાનું બનાવતા પહેલા માતાને પ્રણામ કરો અને તેમની પૂજા અવશ્ય કરો.
  • એવી માન્યતા છે કે રાતે કિચનમાં એંઠા વાસણો ન રાખો. તેનાથી મા લક્ષ્મી નારાજ થઈ શકે છે. તેથી રાતે સૂતા પહેલા જ કીચન ક્લિન કરો.
  • ભોજન બનાવી લીધા બાદ સૌથી પહેલા ચૂલ્હાને ભોગ લગાવો. ત્યારબાદ સુવિધા અનુસાર ભગવાનને ભોગ લગાવો અને પછી ઘરના સૌથી વડીલ વ્યક્તિને જમવાનું પીરસો.
  • હંમેશા પ્રસન્ન મનથી જ જમવાનું બનાવો. ક્યારેય ગુસ્સામાં આવીને ભોજન ન બનાવો.
  • મા લક્ષ્મીની કૃપા ટકાવી રાખવા માટે રોજ કિચન સાફ કરો. ધ્યાન રાખો કે કિચનમાં સડેલા ફળો કે જમવાનું ન રાખો.

આ પણ વાંચોઃ ગ્રહોના રાજા સૂર્ય વૃષભ રાશિમાં, કુંડળીમાં સૂર્ય મજબૂત બનાવવા કરો આ ઉપાય

Back to top button