ઈરાન, 20 મે : ઈરાનના પ્રમુખ ઈબ્રાહિમ રાયસીનું રવિવારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું હતું. તેમની સાથે વિદેશ મંત્રી આમિર અબ્દુલ્લાહિયાનું પણ નિધન થયું હતું. આ દુર્ઘટનાએ સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દીધી છે અને દરેક વ્યક્તિ પૂછે છે કે મધ્ય પૂર્વ સહિત વિશ્વની ભૌગોલિક રાજકીય પરિસ્થિતિઓ પર તેની શું અસર પડશે. આ દુર્ઘટના પાછળ ઈરાનના પ્રમુખનું જૂનું હેલિકોપ્ટર પણ જવાબદાર હોવાનું માનવામાં આવે છે. આ હેલિકોપ્ટરને 1970ના દાયકામાં વિયેતનામ યુદ્ધ દરમિયાન ડિઝાઇન કરવામાં આવ્યું હતું. બેલ 212 હેલિકોપ્ટર એક અમેરિકન કંપની દ્વારા બનાવવામાં આવ્યું હતું, જેનું નામ બેલ ટેક્સ્ટ્રોન ઇન્ક છે.
આ હેલિકોપ્ટર દાયકાઓથી એરફોર્સ મિશન અને રાજકારણીઓ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેની ઉપયોગીતાને કારણે તેને યુટિલિટી હેલિકોપ્ટર કહેવામાં આવે છે. જોકે હવે તે ખુબ જ જૂનું થઈ ગયું હતું. આવી સ્થિતિમાં 5 દાયકા જૂના આ હેલિકોપ્ટર પર સવારી કરતા ઈરાનના પ્રમુખે પણ અનેકવાર સવાલ ઉઠાવ્યો હતો. ઈરાન પાસે ઘણા પ્રકારના હેલિકોપ્ટર છે, પરંતુ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને કારણે તે તેના પાર્ટ્સ મેળવવામાં અસમર્થ છે. ઈરાનની સેના પાસે પણ મોટે ભાગે 1979ની ઈસ્લામિક ક્રાંતિ પહેલાના વિમાનો છે.
ઇબ્રાહિમ રાયસી જે હેલિકોપ્ટરમાં મુસાફરી કરી રહ્યા હતા તે હેલિકોપ્ટરમાં થોડા સમય પહેલા ખામી સર્જાઈ હતી, જેને સુધારી લેવામાં આવી હતી. આ રીતે જો અમેરિકા સહિત ઘણા દેશો દ્વારા ઈરાન પર પ્રતિબંધો ન લગાવવામાં આવ્યા હોત તો કદાચ ઈરાનના પ્રમુખને જૂના હેલિકોપ્ટરમાં ઉડવાની ફરજ ના પડી હોત. ઈબ્રાહિમ રાયસી 2021ની ચૂંટણીમાં ઈરાનના પ્રમુખ બન્યા. તે દરમિયાન ઈરાનના ઈતિહાસમાં સૌથી ઓછું મતદાન થયું હતું. આ અંગે પણ સવાલો ઉઠ્યા હતા. ઈરાને પણ રાયસી પર ઘણા નિયંત્રણો લાદ્યા હતા. અમેરિકાએ કહ્યું કે રાયસી 1988માં રાજકીય કેદીઓની મોટા પાયે થયેલી હત્યાઓમાં પણ સામેલ હતો.
જો કે આ પછી પણ રાયસી અમેરિકાના દબાણ સામે ઝૂકવા તૈયાર ના હતા. રાયસીના નેતૃત્વમાં ઈરાને છેલ્લા કેટલાક વર્ષોમાં મોટા પાયે યુરેનિયમ એકત્ર કર્યું હતું અને આંતરરાષ્ટ્રીય દબાણ છતાં ઘાતક શસ્ત્રો તૈયાર કરી રહ્યું હતું. અણુશસ્ત્રો તૈયાર કરવાની પણ ચર્ચા થઈ હતી. આટલું જ નહીં, યુક્રેન સાથેના યુદ્ધમાં ઈરાને રશિયાને મોટા પાયા પર હથિયારોની સપ્લાઈ પણ કરી છે. ખાસ કરીને તેના મરકઝ ડ્રોનની મદદથી, રશિયાએ યુક્રેનિયન લક્ષ્યોને પસંદગીયુક્ત રીતે નુકસાન પહોંચાડ્યું છે.
આ પણ વાંચો :આ દેશમાં ‘અંતિમ સંસ્કાર’ બન્યા મોંઘા, લોકો પોતાના જ સ્વજનોની લાશને ઓળખવાનો કરી રહ્યા છે ઇન્કાર