ટોપ ન્યૂઝનેશનલ

પશ્ચિમ બંગાળમાં BJPની ઐતિહાસિક જીત: માઇક્રો મેનેજમેન્ટથી લઈને ગ્રાઉન્ડ સ્ટ્રેટેજી સુધીના મોટા કારણો

BJP’s historic victory in West Bengal:    પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ ઐતિહાસિક જીત મેળવીને રાજકીય દ્રશ્યપટલ બદલાવી નાખ્યું છે. સતત ત્રણ વખત સત્તા ધરાવતી મમતા બેનર્જીની TMCને હરાવીને BJPએ રાજ્યમાં પોતાની મજબૂત હાજરી દર્શાવી છે. આ જીત પાછળ લાંબા સમયથી ચાલતી સુવ્યવસ્થિત તૈયારી, ગ્રાઉન્ડ લેવલ પર મજબૂત સંગઠન અને આક્રમક પ્રચારની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.

ચૂંટણી પહેલા BJPએ સંગઠનને બૂથ સ્તર સુધી મજબૂત બનાવવાનું કામ શરૂ કર્યું હતું. “બૂથ સશક્તિકરણ અભિયાન” અંતર્ગત 70,671 બૂથ પર કમિટીઓ રચવામાં આવી અને 8,76,765 કાર્યકરોની નિમણૂક કરવામાં આવી. “પરિવર્તન યાત્રા” હેઠળ 9 યાત્રાઓ દ્વારા 217 વિધાનસભા વિસ્તારો આવરી લેવામાં આવ્યા અને 560 કાર્યક્રમોમાં 7 લાખથી વધુ લોકો જોડાયા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

યુવાનો અને મહિલાઓને જોડવા માટે “ભરોસા કાર્ડ અભિયાન” ચલાવવામાં આવ્યું, જેમાં 2 કરોડથી વધુ ફોર્મ ભરાયા, જેમાં 1.6 કરોડ મહિલાઓ અને 40 લાખ યુવાનોનો સમાવેશ થાય છે. “નરેન્દ્ર કપ” જેવા ફૂટબોલ ટુર્નામેન્ટમાં 1200 મેલ ટીમો અને 253 ફિમેલ ટીમોએ ભાગ લીધો, જેના કારણે યુવાનો સાથે સીધો સંપર્ક થયો.

BJPએ “પ્રવાસી બંગાળી કનેક્ટ” દ્વારા 21 રાજ્યોમાંથી 9,498 લોકો જોડીને પ્રચારને વધુ મજબૂત બનાવ્યો. સાથે જ 8,315 સ્ટ્રીટ કોર્નર મિટિંગ્સ અને 1.96 લાખ ડ્રોઇંગ રૂમ મિટિંગ્સ દ્વારા જનસંપર્ક વધારવામાં આવ્યો.

ટોચના નેતાઓએ પણ જોરદાર પ્રચાર કર્યો. પ્રધાનમંત્રી Narendra Modiએ 19 રેલીઓ અને 2 રોડ શો કર્યા, જ્યારે Amit Shahએ 40થી વધુ કાર્યક્રમોમાં ભાગ લીધો. “ચુપ ચાપ કમલ છાપ” જેવા સૂત્રો દ્વારા માઇક્રો મેનેજમેન્ટ પર ખાસ ભાર મૂકાયો.

આ તમામ વ્યૂહરચનાઓ, મજબૂત સંગઠન અને પ્રભાવશાળી પ્રચારના કારણે BJPએ પશ્ચિમ બંગાળમાં આ ઐતિહાસિક જીત મેળવી છે.

આ પણ વાંચો : Gajlaxmi Rajyog 2026: વર્ષો બાદ ગુરૂ-શુક્ર આવશે સાથે, 14 મેથી ચમકશે ભાગ્ય

Back to top button