ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

અમેરિકાના એર શોમાં ભયાનક અકસ્માત: હવામાં જ અથડાયા બે ફાઇટર જેટ

US Navy Fighter Jets Collide During Ldaho Air Show : અમેરિકાના આઇડાહો રાજ્યમાં યોજાયેલા એક એર શો દરમિયાન ભયાનક અકસ્માત સર્જાયો હતો. માઉન્ટેન હોમ એર ફોર્સ બેઝ નજીક યોજાયેલા “Gunfighter Skies” એર શોમાં બે EA-18G Growler હવામાં જ એકબીજા સાથે અથડાઈ ગયા હતા. 

ચારેય પાયલોટ સુરક્ષિત બચ્યા

આ અકસ્માત બાદ બંને ફાઇટર જેટ નીચે તૂટી પડતા ઘટનાસ્થળે ધુમાડાના મોટા ગોટેગોટા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અહેવાલ મુજબ, અથડામણ બાદ તરત જ બંને જેટમાંથી ચાર પેરાશૂટ ખુલ્યા હતા અને તમામ પાયલોટ સુરક્ષિત રીતે જમીન પર ઉતર્યા હતા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHm

સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, અમેરિકી નૌસેનાના ચારેય પાયલોટ સુરક્ષિત હોવાનું પુષ્ટિ કરવામાં આવ્યું છે. એર શોના એનાઉન્સરે પણ દર્શકોને જણાવ્યું હતું કે “ચારેય પેરાશૂટ સફળતાપૂર્વક ખુલ્યા છે.”

ઘટનાની તપાસ શરૂ

Mountain Home Air Force Baseના પ્રવક્તાએ જણાવ્યું કે આ દુર્ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, ‘ઇમરજન્સી રેસ્ક્યૂ ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માત બાદ સુરક્ષા કારણોસર બેઝને લોકડાઉન કરવામાં આવ્યો હતો અને આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો.’

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

વાયરલ વીડિયોમાં બંને જેટ હવામાં અથડાતાં જોવા મળે છે. ત્યારબાદ પેરાશૂટ ખુલતા અને આગની જ્વાળાઓ સાથે વિમાનો નીચે પડતા નજરે પડે છે. સ્થાનિક અધિકારીઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી અને ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : IPL 2026: રોમાંચક મુકાબલામાં દિલ્હીનો રાજસ્થાન સામે 5 વિકેટે વિજય, કેએલ રાહુલ અને સ્ટાર્ક ચમક્યા
Back to top button