ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જમ્મુ-કાશ્મીરના વધુ બે સંગઠનોને ગેરકાયદે જાહેર કરતું ગૃહ વિભાગ, UAPA હેઠળ કરાઈ કાર્યવાહી

નવી દિલ્હી, 11 માર્ચ : કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરના બે સંગઠન ‘જમ્મુ-કાશ્મીર ઇત્તિહાદુલ મુસલમીન’ અને ‘આવામી એક્શન કમિટી’ને ગેરકાયદેસર સંગઠનો જાહેર કર્યા છે. ગૃહ પ્રધાન અમિત શાહે આ માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (અગાઉ ટ્વિટર) પર શેર કરી છે. તેમણે કહ્યું કે આ સંગઠનો લોકોને ઉશ્કેરવા અને કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવા માટે જવાબદાર હોવાનું જણાયું છે, જે દેશની એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકે છે.

UAPA હેઠળ પ્રતિબંધ શા માટે?

ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ સંગઠનોની ગતિવિધિઓથી સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાનું કાવતરું ઘડી રહ્યા છે. તેમના નિવેદનો અને કાર્યો લોકોને હિંસા માટે ઉશ્કેરતા હતા, જે કાયદો અને વ્યવસ્થા માટે જોખમી હતા. આ સાથે જ અમિત શાહે સ્પષ્ટ કર્યું કે મોદી સરકાર કોઈપણ દેશ વિરોધી પ્રવૃત્તિને સાંખી લેશે નહીં. દેશની શાંતિ, વ્યવસ્થા અને સાર્વભૌમત્વ વિરુદ્ધ કામ કરનારાઓને જડબાતોડ જવાબ આપવામાં આવશે.

આ પણ વાંચો :- મોરેશિયસ પ્રવાસ : PM મોદીએ પ્રમુખ ધરમબીર ગોખુલ અને પ્રથમ મહિલાને OCI કાર્ડસ આપ્યા

Back to top button