અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગવીડિયો સ્ટોરી

VIDEO: અમદાવાદ સ્વામિનારાયણ મંદિરમાં ધૂળેટીની ભવ્ય ઉજવણી

અમદાવાદ, તા. 14 માર્ચ, 2025: હિન્દુ ધર્મમાં વિક્રમ સવંત 2081 ફાગણ માસના શુક્લપક્ષની પૂર્ણિમા એટલે ધૂળેટી પર્વની ઉજવણી થાય છે. સમગ્ર દેશમાં આજે ધૂળેટી પર્વની ઉજવણી થઈ રહી છે. લોકો વિવિધ જગ્યાએ રંગોત્સવનો આનંદ માણી રહ્યા છે.

અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં ધૂળેટી નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્ર થયા હતા અને રંગોત્સવની ઉજવણી કરી હતી. ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો છે.

મંદિરનો કેવો છે ઈતિહાસ

અમદાવાદના કાલુપુર સ્થિત સ્વામિનારાયણ મંદિર નરનારાયણદેવ ગાદીનું વડુંમથક છે. અહીં ખુદ ભગવાન સ્વામિનારાયણે પધરાવેલી નર અને નારાયણ દેવની મૂર્તિ સ્થાપિત છે. બ્રિટિશકાળમાં નિર્મિત આ મંદિર એ સ્વામિનારાયણ સંપ્રદાયનું બનેલું વિશ્વનું સૌપ્રથમ મંદિર છે. વિશ્વભરમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધાયેલું આ સૌપ્રથમ શિખરબંધ મંદિર છે જેનો મેખ શુદ્ધ બર્મા-સાગનો છે અને તેની પર બેનમૂન નકશીકામ કરાયેલું છે. જેમાં ભારતીય પરંપરા અને સંસ્કૃતિની વાર્તાઓ કંડારાયેલી છે.ભગવાન સ્વામિનારાયણની અંગત વપરાશની ચીજવસ્તુઓની પ્રસાદી અક્ષર ભવનમાં સાચવીને રખાયેલી છે. જ્યારે ઘનશ્યામ મહારાજની મૂર્તિને રંગ મહેલમાં પધરાવાયેલી છે જે સ્થળે અમદાવાદની મુલાકાત દરમિયાન સ્વયં સ્વામિનારાયણ ભગવાન બિરાજતા હતા. આ મંદિરના નિર્માણ માટે બ્રિટિશશાસકોએ મહારાજશ્રીને 5000 એકર જમીન ભેટમાં આપી હતી.

આ પણ વાંચોઃ માતા બની હત્યારી, બાળકનો જન્મ થતાં જ મોતને ઘાટ ઉતારી પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી ફેંકી દીધું

Back to top button