વ્યાજખોરોના ત્રાસથી યુવાન ગુમ
ગુજરાતમાં વ્યાજખોરોનો ત્રાસ દૂર કરવા માટે પોલીસ દ્વારા ઠેર ઠેર દરબારો ભરવામાં આવ્યા હતા. લોકોની ફરિયાદો સાંભળી હતી. તેમ છતાંય હજી પરિસ્થિતિ હતી તેવી જ જોવા મળી રહી છે. વ્યાજખોરોના ત્રાસથી કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા હોવાના ભૂતકાળમાં અનેક બનાવો બની ચૂક્યા છે. ત્યારે મહેસાણાના વડનગરમાં વ્યાજખોરોનો ત્રાસ સામે આવ્યો છે. જેમાં વ્યાજખોરોના ત્રાસથી વડનગરમાં રહેતો અને દરજી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો યુવક ચિઠ્ઠી લખીને આત્મહત્યા કરવા જઈ રહ્યો હોવાનું કહીને ઘરેથી ગુમ થઈ ગયો છે.
વધુ વાંચો : ‘I AM QUIT’ની ચિઠ્ઠી લખી મહેસાણાનો યુવક થયો ગુમ, પરિવાર અને પોલીસ બંન્ને દોડતા થયા
હરિયાણામાં અકસ્માતમાં મહેસાણાના 4 લોકોના મૃત્યુ
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતની ઘટનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમાં કેટલાક નિદોર્ષ લોકોને પણ જીવ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે આવો જ એક ગંભીર અકસ્માત હરિયાણામાં થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં ગુજરાતના 4 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે.
વધુ વાંચો : હરિયાણામાં KMP એક્સપ્રેસ હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં ગુજરાતના 4 લોકોના મોત
કચ્છને મળશે વધારાનું 1 મિલિયન એકર ફિટ પાણી
જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું છે કે, કચ્છને નર્મદાનું વધારાનું ૧ મિલીયન એકર ફિટ પાણી વર્ષ ૨૦૨૫ સુધીમાં આપવાની કામગીરી પૂર્ણ થવાથી અંજાર, મુન્દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા, લખપત, અબડાસા, અને રાપરના ૧૩૦ જેટલા ગામોના અંદાજે ૧.૭૨ લાખથી વધુ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળતો થશે. તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાણી, ઉદ્યોગો, પ્રવાસન સહિતના વિકાસ કામોનો મહત્તમ લાભ કચ્છને મળે તે માટે હંમેશા પ્રાધાન્ય આપ્યું છે તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત આગળ વધારી રહ્યા છે.
વધુ વાંચો : રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય: કચ્છને મળશે વધારાનું 1 મિલિયન એકર ફિટ પાણી
ગાંધીનગરમાં 21 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. તેવામાં ગુજરાતમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે.જેમાં ગાંધીનગરમાં 21 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે.
વધુ વાંચો : ગાંધીનગરમાં IT ફિલ્ડમાં અભ્યાસ કરતા યુવાનનું હાર્ટ એટેકથી મોત, પરિવારમાં શોકનો માહોલ
FRCએ 101 કોલેજોની પ્રોવિઝનલ ફી મંજૂર કરી
ગુજરાતમાં ઈજનેરી સહિત ટેકનિકલ કોલેજોમાં આગામી ત્રણ વર્ષ માટે નવી ફી નિર્ધારિત કરવાની કાર્યવાહી ચાલી રહી છે. અગાઉ ટેકનિકલ કોલજની 3 વર્ષની ફી જાહેર થઈ ચૂકી છે. જ્યારે કેટલીક કોલેજોએ 5 ટકા કરતા વધારે ફી વધારો માંગ્યો હોવાતી FRC દ્વારા આ મામલે વિચારણા પણ કરવામાં આવી છે.ત્યારે FRCએ 101 કોલેજોની પ્રોવિઝનલ ફી જાહેર કરી છે.
વધુ વાંચો : વાલીઓ અને વિદ્યાર્થીઓને ઝટકો : FRCએ 101 કોલેજોની પ્રોવિઝનલ ફી મંજૂર કરી
સરકારી દવા બારોબાર વેચવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું
રાજકોટમાં સરકારી દવાઓને બારોબાર વેચવાનું સૌથી મોટું કૌભાંડ સામે આવ્યું છે. શહેરમાં GMSCLના સૌરાષ્ટ્ર ઝોનના વેરહાઉસમાં ખાનગી કંપનીની દવાઓ પર સ્ટીકર મારીને સ્ટોક ચોપડે ચઢી ગયા બાદ આ સ્ટીકરને ઉખાડીને ફેંકીને બારોબાર વેચવામાં આવતુ હોવાનું સામે આવ્યું છે.
વધુ વાંચો : રાજકોટ: સરકારી દવા બારોબાર વેચવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું, GMSCLના ગોડાઉનમાંથી મળ્યો દવાનો જંગી જથ્થો
મહાઠગ કિરણ પટેલની ફરી કરાશે ધરપકડ
ઝેડ પ્લસ સિક્યુરિટીમાં બોર્ડર સુધી ફરી આવેલા અમદાવાદના ભેજાબાજ મહાઠગ કિરણ પટેલની ધરપકડ કરાયા બાદ એકબાદ એક અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા. જેમાં PMO અધિકારીના નામે છેતરપિંડી આચરનાર કિરણ પટેલ અમદાવાદમાં પણ અનેક કળા કરી ચૂક્યો છે. કેન્દ્રીય તપાસ એજન્સી ED પણ આ મામલે તપાસ કરી રહી છે. જો કે, મહાઠગ કિરણ પટેલની મુશ્કેલીમાં ફરી વધારો થયો છે.
વધુ વાંચો : મહાઠગ કિરણ પટેલની મુશ્કેલીમાં ફરી વધારો,જાણો અમદાવાદ લાવી શું કરાશે