ટ્રેન્ડિંગમનોરંજન

ગૂગલ ટોપ 10 સર્ચમાં હિના ખાનનું નામ, અભિનેત્રીએ નાખુશ થઈને કરી પોસ્ટ

  • હિના ખાનનું નામ ગૂગલની 2024માં સૌથી વધુ સર્ચ થયેલી સેલિબ્રિટીની યાદીમાં સામેલ થયું છે, આ ઉપલબ્ધિ પર તે કેમ ખુશ નથી?

HD ન્યુઝ ડેસ્કઃ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની અક્ષરા ઉર્ફે હિના ખાન અત્યારે ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. તે બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહી છે. જ્યારથી હિના ખાને પોતાની બીમારીનો ખુલાસો કર્યો છે ત્યારથી તેના વિશેના સમાચાર રોજે રોજ આવતા રહે છે. તાજેતરમાં આ બાબતના કારણે, તે ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલા કલાકારોની યાદીમાં સામેલ થઈ ગઈ છે.

હાલમાં જ ગૂગલે દુનિયાના એવા 10 સ્ટાર્સના નામ જાહેર કર્યા છે, જેમને 2024માં સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા છે. આ યાદીમાં હિના ખાનનું નામ પણ સામેલ છે. તે તેની બીમારી કેન્સરને કારણે સૌથી વધુ સર્ચ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર લોકો તેને અભિનંદન આપી રહ્યા છે. જોકે હિના તેનાથી ખુશ નથી. પોસ્ટ શેર કરીને તેણે કહ્યું છે કે આ તેના માટે ખુશી કે ઉપલબ્ધિની વાત નથી.

ગૂગલ ટોપ 10 સર્ચમાં હિના ખાનનું નામ, હિના ખાને નાખુશ થઈને કરી પોસ્ટ hum dekhenge news

ગૂગલ સર્ચ લિસ્ટમાં આવવાથી હિના કેમ નાખુશ?

હિના ખાને ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ગૂગલમાં સૌથી વધુ સર્ચ કરાયેલા એક્ટર્સની યાદી ધરાવતી એક પોસ્ટ ફરીથી શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે કે, હું જોઈ રહી છું કે ઘણા લોકો મને આ નવી સિદ્ધિ પર પોસ્ટ કરી રહ્યા છે અને અભિનંદન આપી રહ્યા છે, પરંતુ સાચું કહું તો મારા માટે આ કોઈ ઉપલબ્ધિ નથી કે નથી કોઈ ગર્વ લેવા જેવી વાત. ભગવાન ન કરે કે કોઈ પણ વ્યક્તિને તેની બીમારી કે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાને કારણે ગૂગલ પર સર્ચ કરવામાં આવે.

આ પણ વાંચોઃ ચંદીગઢમાં દિલજીતની કોન્સર્ટ જોખમમાં, પંજાબ હરિયાણા હાઈકોર્ટમાં કેમ થઈ અરજી?

આ પણ વાંચોઃ Lookback 2024: બોલિવૂડના ટોપ 5 વિવાદો, જેણે ચર્ચાઓ જગાવી

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button