અરે આ શું છે? આપણું દેશી માટલું બની ગયું વિદેશી! જુઓ વીડિયો
- આટોમેટિક માટલામાંથી પાણી આપોઆપ નીકળવા લાગે છે
HD ન્યૂઝ ડેસ્ક, 2 મે: કોઈ પણ દિવસે સોશિયલ મીડિયા પર શું જોવા મળશે તેના વિશે કોઈ કહી શકાતું નથી. દર થોડા દિવસે સોશિયલ મીડિયા પર અવનવા વીડિયો બહાર આવે છે જે લોકોના હોશને ઉડાવી દે છે. જો તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્ટિવ છો તો તમે આવા ઘણા વીડિયો જોયા હશે અને જો તમે આવો કોઈ વીડિયો ન જોયો હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે અત્યારે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે જોયા પછી તમે ચોક્કસ આશ્ચર્યચકિત થઈ જશો. સોશિયલ મીડિયા પર હાલ એક આટોમેટિક માટલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તમારે આ માટલામાંથી પાણી કાઢવાની જરૂર નહીં પડે કારણ કે તેમાંથી પાણી આપોઆપ નીકળવા લાગે છે.
View this post on Instagram
વાયરલ વીડિયોમાં શું જોવા મળ્યું?
હવે જેમ ઉનાળો આવી ગયો છે ત્યારે આ ગરમીમાં દરેક વ્યક્તિને ઠંડુ પાણી પીવું ગમે છે. કેટલાક લોકો ફ્રિજમાંથી પાણી પીવે છે જ્યારે કેટલાકને માટલામાંથી પાણી પીવું ગમે છે. જે લોકો માટલાનું પાણી પીવે છે તેઓએ આ વાયરલ વીડિયો અવશ્ય જોવો જોઈએ. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક વ્યક્તિએ માટલામાં સેન્સર માટે કેટલીક મશીનો લગાવી છે અને એક નળ પણ લગાવ્યો છે જે સેન્સર પર કામ કરે છે. આ પછી, જેવો જ વ્યક્તિ ગ્લાસને નળની નીચે મૂકે છે, માટલામાંથી પાણી નીકળવા લાગે છે અને ગ્લાસને હટાવતા જ પાણી નીકળવાનું બંધ થઈ જાય છે.
આ વીડિયો X (અગાઉ ટ્વિટર) પર @Gulzar_sahab નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ‘પાણી કાઢવાની ઝંઝટ ફરીવાર પૂરી થઈ ગઈ છે, માટલાને જુગાડ સાથે ઓટોમેટિક માટલું બનાવી દેવામાં આવ્યું છે.’ વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું કે, “ખૂબ જ સરસ દેશી જુગાડ.” અન્ય યુઝરે લખ્યું કે, “આ એક ખૂબ જ સ્માર્ટ અને સરળ પદ્ધતિ છે જે જીવનને સરળ બનાવે છે. હવે ગમે ત્યારે પાણીનો ઉપયોગ કરવો સરળ બનશે.” એક યુઝરે બીજા માટલાનો ફોટો શેર કર્યો છે જેમાં સામાન્ય ટેપ છે. ફોટો શેર કરતી વખતે તેણે લખ્યું કે, “તેની(ટેપ) કિંમત 50 રૂપિયા છે, સ્માર્ટ બનો ઓવરસ્માર્ટ નહીં.”
આ પણ જુઓ: બહેન માટે સ્વિગીમાંથી મંગાવી કેક: બર્થ ડે સ્ટિક માંગી તો કઇંક અલગ જ થયું, જુઓ વીડિયો