ગરમીની રજાઓમાં ફરવા માટે આ રહ્યા બેસ્ટ હિલસ્ટેશન


- જો તમે પણ બાળકો અને પરિવાર સાથે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હો તો કેટલાક એવા હિલસ્ટેશન પર જજો જ્યાં તમને ઠંડા અને આહલાદક મોસમની સાથે અઢળક સુંદરતા પણ જોવા મળે
સ્કૂલોમાં બાળકોને સમર વેકેશન પડે અને પેરેન્ટ્સને પોતાને પણ વેકેશન પડ્યું હોય તેવું ફીલ થાય. વેકેશન દરમિયાન ઘણા બધા પ્લાન્સ બનતા હોય છે, તેમાં એક ખાસ પ્લાન હોય છે ફેમિલી સાથે ટ્રિપ પર જવાનો. જો તમે પણ બાળકો અને પરિવાર સાથે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હો તો કેટલાક એવા હિલસ્ટેશન પર જજો કે જ્યાં તમને ઠંડા અને આહલાદક મોસમની સાથે અઢળક સુંદરતા પણ જોવા મળે. તો આ વેકેશનમાં કઈ જગ્યાઓ પસંદ કરશો. આ રહ્યા વિકલ્પ
સોલાંગ વેલી
સોલાંગ વેલી હિમાચલપ્રદેશની આ ઘાટી હસીન વાદીઓ સુંદર વાતાવરણ સાથે અનેક એક્ટિવિટીઝ કરવા માટે જાણીતી છે. અહીં એક્ટિવિટીઝ કરવી એ દરેક માટે શક્ય નથી. સોલાંગ વેલી મનાલી પાસે આવેલું છે અને ગરમીમાં પરિવાર સાથે ફરવા માટે તે એક બેસ્ટ ઓપ્શન છે.
ઔલી
ઉત્તરાખંડનું આ ટૂરિસ્ટ પ્લેસ ઊંચા ઊંચા બરફથી ઢંકાયેલા પહાડો અને આશ્ચર્યજનક સુંદરતા માટે જાણીતું છે. અહીં ઘણી ફન એક્ટિવિટીઝ પણ થાય છે. બાળકો અહીં ખૂબ જ આનંદ કરી શકે છે.
કાશ્મીર
કાશ્મીર ધરતી પરનું સ્વર્ગ છે. કાશ્મીર યાત્રાનું સપનું તો કોણે નહીં જોયું હોય? કાશ્મીર એવી જગ્યા છે જેને તમારે જિંદગીમાં એક વખત તો એક્સ્પ્લોર કરવું જ જોઈએ. તો આ ગરમીની સીઝનમાં તમે કાશ્મીર જવાનો પ્લાન પણ બનાવી શકો છો.
દાર્જિલિંગ
તમે દાર્જિલિંગમાં આ ગરમીની રજાઓમાં ફરવાનો પ્લાન બનાવી શકો છો. અહીં ચાના બગીચાઓ, લીલાછમ પહાડો અને મનમોહક દ્ર્શ્યો તમારા મનને ખુશ કરી દેશે.
લદ્દાખ
ગરમીની સીઝનમાં લોકોના મનમાં ફરવાનો પ્લાન આવે તો તેમના દિલોદિમાગમાં સૌથી પહેલા લદ્દાખ જ આવે છે. દર વર્ષે હજારો સહેલાણીઓ લેહ લદ્દાખ ફરવા જાય છે, તમે પણ લદ્દાખનો પ્લાન કરી શકો છો. તે તમને રોમાંચથી ભરી દેશે.
ચોપતા
ઉત્તરાખંડનું આ સુંદર હિલસ્ટેશન તમને એક નવી દુનિયાનો અહેસાસ કરાવશે. ઉંચા ઉંચા પહાડો, હિમાલયની બરફીલી ટોચ, ટુંગનાથનું ટ્રેકિંગ તમારું મન મોહી લેશે.
આ પણ વાંચોઃ કાઠમંડૂમાં ફરવા માટે આ પાંચ જગ્યાઓ છે બેસ્ટ, હંમેશા રહે છે ટૂરિસ્ટની ભીડ