ટ્રાવેલટ્રેન્ડિંગ

કાઠમંડૂમાં ફરવા માટે આ પાંચ જગ્યાઓ છે બેસ્ટ, હંમેશા રહે છે ટૂરિસ્ટની ભીડ

  • નેપાળ ખાસ કરીને મંદિરો માટે ફેમસ છે અને અહીંયા બૌદ્ધ સ્તૂપો તો વિશ્વભરમાં પ્રખ્યાત છે. નેપાળ ફરવાનું પ્લાનિંગ તમે કોઈ પણ સમયે કરી શકો છો. અહીં તમે કાઠમંડૂમાં ફરવા માટેની બેસ્ટ જગ્યાઓ પર જઈ શકો છો

નેપાળ એક એવી જગ્યા છે, જે તેની નેચરલ સુંદરતા અને મંદિરો માટે ફેમસ છે. અહીં ઘણી એવી જગ્યાઓ છે, જ્યાં દર વર્ષે લાખોની સંખ્યામાં સહેલાણીઓ પહોંચે છે અને અહીંની સુંદરતાની મજા લે છે. અહીં તમે પહાડો અને જંગલોને એક્સપ્લોર કરી શકો છો. અહીં હિંદૂ અને બૌદ્ધ ધર્મના અનેક પીઠ અને મંદિર જોવા મળશે.  નેપાળ ખાસ કરીને મંદિરો માટે ફેમસ છે અને અહીંયા બૌદ્ધ સ્તૂપો તો વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીંયાનું કલ્ચર અને ખાનપાન ઘણ ભારત જેવું જ છે. એટલે તમને અહીંયા આવીને ખાવા-પીવાની તકલીફ નહીં પડે. નેપાળ ફરવાનું પ્લાનિંગ તમે કોઈ પણ સમયે કરી શકો છો. અહીં તમે કાઠમંડૂમાં ફરવા માટેની પાંચ બેસ્ટ જગ્યાઓ વિશે જાણો

પશુપતિનાથ મંદિર

નેપાળના સૌથી ફેમસ અને પ્રાચીન મંદિરોમાંથી એક, પશુપતિ નાથ મંદિર કાઠમંડૂમાં છે. મંદિરની એક તરફ બાગમતી નદી વહે છે. તે હિંદૂ મંદિર ભગવાન શિવને સમર્પિત છે.

બૌધનાથ સ્તૂપ

યુનેસ્કોના વિશ્વ ધરોહર સ્થળ અને દુનિયાના સૌથી મોટા સ્તૂપોમાંથી એક કાઠમંડૂમાં બૌધનાથ સ્તૂપ બૌદ્ધ ધર્મ અને વાસ્તુકળા બંનેમાં એક જરૂરી જગ્યા છે. તે એક પ્રાચીન વેપારી માર્ગ પર સ્થિત છે, તે તિબ્બટથી કાઠમંડુ તરફ છે.

કાઠમંડૂમાં ફરવા માટે આ પાંચ જગ્યાઓ છે બેસ્ટ, હંમેશા રહે છે ટૂરિસ્ટની ભીડ hum dekhenge news

થમેલ

કાઠમંડૂ આવનારા લોકો માટે થમેલ એક ફેમસ ડેસ્ટિનેશન છે. આ જગ્યા પર અનેક હોટલ, દુકાનો અને રેસ્ટોરાં છે, જે અલગ અલગ રીતે ડિઝાઈન કરવામાં આવ્યા છે.

ગાર્ડન ઑફ ડ્રીમ

એક સુંદર પાર્કને ગાર્ડન ઑફ ડ્રીમના નામે ઓળખવામાં આવે છે. કાઠમંડૂનું તે એક ફેમસ પર્યટન સ્થળ છે. જે દુનિયાભરના સ્ટ્રેસ અને રાહતમાંથી ફ્રેશ કરવાનું કામ કરે છે. તે દુનિયાની સૌથી સુંદર જગ્યાઓમાં સામેલ છે.

સ્વયંભૂનાથ સ્તૂપ

કાઠમંડૂ ધાટીમાં એક પહાડીની ચોટી પર સ્થિત આ સ્તૂપ એક ટૂરિસ્ટ પ્લેસ છે. આ જગ્યા શહેરના સૌથી સારા આકર્ષણોમાં સામેલ છે. સમગ્ર પરિસર અલગ અલગ પ્રકારના ઝાડથી ઘેરાયેલું છે.

કેવી રીતે પહોંચશો નેપાળ?

નેપાળ જવાના અનેક રસ્તા છે. તમે કાઠમંડૂની ફ્લાઇટ પકડી શકો છો. રોડ માર્ગે જશો તો દિલ્હીથી 30 કલાક થશે. સરળ રસ્તો એ છે કે તમે ઉત્તર પ્રદેશના ગોરખપુરથી નેપાળની બોર્ડર સોનૌલી સુધીની ટ્રેન પકડો. અમદાવાદથી ગોરખપુર સુધી ટ્રેનમાં પણ જઇ શકો છો. ગોરખપુરથી નેપાળ બોર્ડર 248 કિ.મી. છે. તમે જીપ કે કારમાં જશો તો 6-7 કલાક લાગશે. સોનૌલીથી બે રસ્તા પડશે. એક કાઠમંડૂ જશે જે 285 કિ.મી. છે. બીજો પોખરા જે 148 કિ.મી. છે.

આ પણ વાંચોઃ ઋષિકેશ પાસે છે ઑફબીટ જગ્યા, ઓછા પૈસામાં કરો મોજ

Back to top button