આંતરરાષ્ટ્રીય

નવા વર્ષની ઉજવણી કરવા પ્રેમીને ઘરે બોલાવ્યો, શારીરિક સબંધ બાંધ્યા પછી પ્રેમિકાએ પ્રેમીનું ગુપ્તાંગ કાપી નાખ્યું

મુંબઈ 2 ડિસેમ્બર 2025: મુંબઈનો આ કિસ્સો ચોંકાવનારો છે. વાકોલા પોલીસે બે બાળકોની 25 વર્ષીય માતા સામે કેસ નોંધ્યો છે. આ મહિલાએ તેના પ્રેમીના ગુપ્તાંગ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો અને તેને કાપી નાખ્યુ. એવો આરોપ છે કે પ્રેમીએ તેની પત્નીને છોડીને લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો, ત્યારબાદ તેણે ગુસ્સામાં આ ઘટનાને અંજામ આપ્યો. મહિલાએ નવા વર્ષની ઉજવણી માટે તેના પ્રેમીને સાંતાક્રુઝ સ્થિત તેના ઘરે મળવા બોલાવ્યો હતો. તેણીએ તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા અને અચાનક તેનુ ગુપ્તાંગ કાપી નાખ્યુ.

પોલીસના જણાવ્યા અનુસાર, 42 વર્ષીય પીડિત આરોપી મહિલાની ભાભીનો ભાઈ છે. બંને સાત વર્ષથી લગ્નેત્તર સંબંધમાં હતા. મહિલાને બે બાળકો છે, જે ચાર અને સાત વર્ષના છે. તેનો બોયફ્રેન્ડ પણ પરિણીત છે અને તેના બાળકો પણ છે. મહિલા તેને લગ્ન કરવા માટે કહેતી હતી, પરંતુ તેણે ના પાડી દીધી હતી.

પીડિતનું ઓપરેશન કરવામાં આવ્યું

પીડિતને શરૂઆતમાં નજીકની વી.એન. દેસાઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાંથી તેને સાયન હોસ્પિટલ રિફર કરવામાં આવ્યો અને તાત્કાલિક સર્જરી કરવામાં આવી. સાયન હોસ્પિટલના ડીન ડૉ. પ્રમોદ ઇંગલેએ જણાવ્યું હતું કે, “અમારી યુરોલોજી અને જનરલ સર્જરી ટીમોએ તેને હોસ્પિટલમાં લાવ્યા પછી તરત જ તેનું ઓપરેશન કર્યું. તે હાલમાં સ્વસ્થ થઈ રહ્યો છે.”

લગ્ન કરવા માંગતી હતી

પોલીસે જણાવ્યું હતું કે આરોપી પીડિતા સાથે લગ્ન કરવા માંગતી હતી, પરંતુ તેણે તેની પત્ની અને બાળકોને છોડી દેવાનો ઇનકાર કર્યો હતો. જ્યારે તેની પત્નીને તેમના સંબંધોની જાણ થઈ, ત્યારે તે પીડિતા સાથે ઝઘડો કરવા લાગી. પીડિતાએ તેની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણે આરોપીને પરિસ્થિતિ સમજવા વિનંતી કરી હતી. ત્યારબાદ આરોપી બિહારમાં તેના વતન જવા રવાના થયો, પરંતુ એક મહિના પછી 19 ડિસેમ્બરે પાછો ફર્યો હતો.

મીઠાઈ ખવડાવીને શારિરીક સંબંધ બાંધ્યો

24 ડિસેમ્બરના રોજ, પીડિતે ફરીથી પરિસ્થિતિ સમજાવવાનો પ્રયાસ કર્યો, કારણ કે બંનેના બાળકો અને પરિવારો હતા. 1 જાન્યુઆરીના રોજ, લગભગ 1:30 વાગ્યે, આરોપી મહિલાએ તેને નવા વર્ષની ઉજવણી માટે તેના ઘરે આમંત્રણ આપ્યું. આ સમય દરમિયાન, તેઓએ શારીરિક સબંધ બાંધ્યો  પછી, તેણીએ તેના ગુપ્તાંગમાં તીક્ષ્ણ હથિયારથી ઈજા પહોંચાડી પુરુષે કહ્યું કે ઘટના સમયે મહિલાના બે બાળકો બીજા રૂમમાં સૂતા હતા.

બિહાર હતો ત્યારે પણ ધમકાવવાનો આરોપ 

બનાવ બનતા જ પીડિતને ખૂબ લોહી વહેતું હતું, કોઈક રીતે ભાગી જઈ અને તેના પુત્ર અને ભાઈને જાણ કરી, જેમણે તેને તાત્કાલિક વી.એન. દેસાઈ હોસ્પિટલમાં લઈ ગયા. અધિકારીએ જણાવ્યું કે તે બિહારમાં હતો ત્યારે પણ, તેને ફોન પર  ધમકી આપતી રહી હતી. પોલીસે આરોપીને પકડવા માટે એક ટીમ બનાવી છે, જેના પર ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગંભીર ઈજા પહોંચાડવાનો અને ગુનાહિત ધાકધમકી આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

આ પણ વાંચો: “બિહારમાં ₹20,000-25,000 માં છોકરી મળી શકે છે…”, મંત્રીના પતિના નિવેદનથી ઉત્તરાખંડથી બિહાર સુધી હોબાળો

Back to top button