ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શ્રદ્ધા વોકરના હત્યારા આફતાબને દિવસની 8 કલાક મુક્ત રાખવાનો HCએ કર્યો આદેશ

  • ખતરાના ડરને ધ્યાનમાં રાખીને રાત્રે આફતાબ પૂનાવાલાને એકાંત કારાવાસમાં રાખવાનો નિર્દેશ

નવી દિલ્હી, 15 માર્ચ: દિલ્હી હાઈકોર્ટે શ્રદ્ધા વોકર મર્ડર કેસના આરોપી આફતાબ પૂનાવાલાને અન્ય કેદીઓની જેમ તાળું ખોલીને મુક્ત રાખવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે તિહાર જેલના સત્તાવાળાઓને અન્ય કેદીઓની જેમ આફતાબ પૂનાવાલાને પણ દિવસના 8 કલાક માટે તાળું ખોલવા અને રાત્રે એકાંત કારાવાસમાં રાખવાનો નિર્દેશ કર્યો છે. હાઈકોર્ટ કહ્યું કે, “ખતરાના ડરને ધ્યાનમાં રાખીને શ્રદ્ધાના આરોપી આફતાબ પૂનાવાલાને રાત્રે પાછો એકાંત કેદમાં રાખવામાં આવે.

 

શ્રદ્ધાની હત્યા બાદ મૃતદેહના ટુકડા કરીને ફેંકી દીધા!

18-મે 2022ના રોજ દિલ્હીના મહરૌલી વિસ્તારમાં શ્રદ્ધા વોલ્કરની તેના લિવ-ઇન પાર્ટનર આફતાબ પૂનાવાલાએ ગળું દબાવીને હત્યા કરી હતી. જે બાદ તેણે શ્રદ્ધાના શરીરના અલગ-અલગ ટુકડા કરી નાખ્યા અને તેનો ફેંકી દીધા હતા. પોલીસે આફતાબની કબૂલાત સાથે જોડાયેલા તમામ પુરાવા એકત્ર કરવા માટે 12 નવેમ્બરે તેની ધરપકડ કરી હતી. પહેલા તેને 5 દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો અને 17મીએ ફરીથી કોર્ટે તેને વધુ 5 દિવસના રિમાન્ડ આપ્યા હતા.

શ્રદ્ધાના પિતાના જણાવ્યા અનુસાર, મુંબઈમાં રહેતા આફતાબ અમીન પુનાવાલા તેમની પુત્રી સાથે 3 વર્ષથી લિવ-ઈન રિલેશનશિપમાં રહેતો હતો. તે ઘણા વર્ષોથી શ્રદ્ધાને પરેશાન કરતો હતો, ત્યારબાદ દિલ્હી પોલીસે મહરૌલી પોલીસ સ્ટેશનમાં અપહરણનો કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન દિલ્હી પોલીસે FSLની મદદથી છતરપુરમાં ભાડાના ફ્લેટની તપાસ કરી હતી. તમામ પુરાવાઓ એકઠા કરવામાં આવ્યા અને પોલીસે તે જગ્યાએથી બીજી ઘણી વસ્તુઓ પણ કબજે કરી હતી. આરોપી આફતાબના કહેવા પર મહરૌલીના જંગલોમાંથી શ્રદ્ધાના કેટલાક હાડકા પણ મળી આવ્યા અને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. હાડકાની તપાસ માટે શ્રદ્ધાના પિતા અને ભાઈના DNI સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા.

આફતાબ પર શ્રદ્ધાનું ગળું દબાવવાનો આરોપ

ઉલ્લેખનીય છે કે, આફતાબ અને શ્રદ્ધા મુંબઈમાં કામ કરતી વખતે ‘Bumble’ ડેટિંગ એપ દ્વારા મળ્યા હતા. આફતાબ અને શ્રદ્ધા વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા કારણ કે શ્રદ્ધા તેના પર લગ્ન માટે દબાણ કરતી હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, 18-મેના રોજ ઝઘડો એટલો વધ્યો કે આખરે આફતાબે શ્રદ્ધાની છાતી પર બેસીને તેનું ગળું દબાવી દીધું. આફતાબે પોલીસને જણાવ્યું કે, શ્રદ્ધાના શરીરના ટુકડા કર્યા બાદ લોહીના ડાઘ સાફ કરવા માટે તેને ‘સલ્ફર હાઇપોક્લોરાઇટ’નો ઉપયોગ કર્યો હતો.

હત્યા બાદ આફતાબે શ્રદ્ધાનું માથું ફ્રીજમાં રાખ્યું!

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, આફતાબ દરરોજ એ જ રૂમમાં સૂતો હતો જેમાં તેણે શ્રદ્ધાની હત્યા કરી હતી અને તેના શરીરના ટુકડા કર્યા હતા. હત્યા બાદ પણ આફતાબ તેની ગર્લફ્રેન્ડનો ચહેરો જોતો હતો, કારણ કે તેણે શ્રદ્ધાનું માથું કાપીને પોતાના ફ્રીજમાં રાખ્યું હતું. શરીરના ટુકડા(અંગો)ઓનો નિકાલ કર્યા બાદ તેણે ફ્રિજ પણ સાફ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, શ્રદ્ધાનો ફોન ઘણા દિવસોથી બંધ રહ્યા બાદ પોલીસે આ કેસની તપાસ શરૂ કરી અને એક પછી એક કેસને લગતા ખૂલસાઓ સામે આવ્યા. પોલીસે શ્રદ્ધાની હત્યાના આરોપમાં આફતાબની ધરપકડ કરી હતી, ત્યારથી તે જેલમાં છે.

આ પણ જુઓ: અશ્નીર ગ્રોવરને દિલ્હી HCનો મોટો ફટકો, 48 કલાકમાં વિવાદિત ટ્વીટ ડિલીટ કરવાનો આદેશ

Back to top button