ગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝ

રાજ્યના વહીવટી, મહેસુલ તેમજ પોલીસ વિભાગમાં બઢતી અને બદલીની જાહેરાત

Text To Speech

ગાંધીનગર, 14 માર્ચ : લોકસભાની ચૂંટણી જાહેર થાય તેની પહેલા છેલ્લી ઘડીએ રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓની બદલી તેમજ બઢતીના ઓર્ડર બહાર પાડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં આજે ગુરુવારની સાંજે સામાન્ય વહીવટી, મહેસુલ તેમજ પોલીસ વિભાગમાં બઢતી અને બદલીની જાહેરાત કરવામાં આવી છે.

આ બદલી તેમજ બઢતીમાં વહીવટી વિભાગમાં ફરજ બજાવતા 7 નાયબ નિયામકને સંયુક્ત નિયામક તરીકે હંગામી બઢતી આપી તેઓની બદલી કરવામાં આવી છે. જયારે કે, 25 નાયબ નિયામકની તાતકાલિક અસરથી બદલી કરવાના હુકમ બહાર પાડવામાં આવ્યા છે.

આ ઉપરાંત મહેસુલ વિભાગમાં ફરજ બજાવતા મામલતદાર સંવર્ગ 2ના 71 અધિકારીઓની બદલી તથા 11 નાયબ મામલતદારોને હંગામી ધોરણે મામલતદાર તરીકે બઢતી આપવામાં આવી છે.

આ ઉપરાંત રાજ્ય પોલીસ વિભાગમાં 67 જેટલા જુનિયર ક્લાર્કની સિનિયર ક્લાર્ક તરીકે બઢતી સાથે બદલી કરવાના હુકમ બહાર પાડવામાં આવ્યા છે.

Back to top button