અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલબિઝનેસમધ્ય ગુજરાતયુટિલીટી

HDFC બેંકમાં તમારું ખાતું છે? તો આ સમાચાર તમારા માટે જ છે

Text To Speech

મુંબઈ, 24 જૂન, 2024: દેશમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંકો પૈકી એક એચડીએફસી બેંક (HDFC BANK) દ્વારા UPI પેમેન્ટને લગતી સુવિધાઓમાં કેટલાક ફેરફાર કર્યા છે. એચડીએફસી બેંક હવે ઓછી રકમના યુપીઆઈ વ્યવહારો માટે તમને એસએમએસ દ્વારા જાણ નહીં કરે. HDFC બેંક આવતીકાલથી એટલે કે 25મી જૂનથી ઓછા મૂલ્યના વ્યવહારો અંગે SMS ચેતવણીઓ મોકલવાનું બંધ કરી રહી છે. આવતીકાલથી એટલે કે 25 જૂનથી બેંક ગ્રાહકોને ઓછી કિંમતના વ્યવહારો અંગે એસએમએસ એલર્ટ મોકલવાનું બંધ થશે.

એટલું જ નહીં પરંતુ નાની રકમના વ્યવહાર કરવાથી તમને ચાર્જ પણ લાગી શકે છે. એચડીએફસી બેંક તેના ગ્રાહકોને ટેક્સ્ટ સંદેશ મોકલશે નહીં એટલું જ નહીં પરંતુ ગ્રાહકો કોઈને 100 રૂપિયાથી ઓછી રકમ મોકલશે તો પૈસા કાપવામાં આવશે. આ સાથે, એચડીએફસી બેંકના ગ્રાહકોને તેમના ખાતામાં 500 રૂપિયાથી ઓછી રકમ હોવા છતાં પણ ટેક્સ્ટ મેસેજ નહીં મળે. જો કે, ખાતામાં થયેલા વ્યવહારો અંગે ગ્રાહકોને ઈમેલ દ્વારા માહિતી મળતી રહેશે.

જે ગ્રાહકોએ તેમના ઈમેલ આઈડીને તેમના એચડીએફસી બેંક ખાતા સાથે લિંક કર્યા છે તેમને જોકે વ્યવહારો સંબંધિત ઈમેલ એલર્ટ મળવાનું ચાલુ રહેશે. આવી સ્થિતિમાં, જે ગ્રાહકોના ઈમેલ આઈડી તેમના એચડીએફસી બેંક ખાતા સાથે જોડાયેલા નથી, તેમને સલાહ આપવામાં આવે છે કે તેઓ ટ્રાન્ઝેક્શન સંબંધિત એલર્ટ માટે તરત જ ઈમેલની નોંધણી કરાવે.

બેંક ગ્રાહકો UPI ટ્રાન્ઝેક્શન એલર્ટ માટે ઈમેલ આઈડી અપડેટ કરી શકે છે. આ માટે, ગ્રાહકો બેંકની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશેઃ

સૌ પ્રથમ તમારે www.hdfc.com ની મુલાકાત લેવાની રહેશે.
ત્યારબાદ બેંકની વેબસાઈટ પર ઈન્સ્ટા સર્વિસ ઓપ્શન પર ક્લિક કરવું.
પછીથી મેનુ નીચે સ્ક્રોલ કરીને અપડેટ ઈમેલ આઈડીનો વિકલ્પ શોધવો પડશે.
હવે તમારે Let’s Begin પર ટેપ કરવાનું રહેશે.
ત્યારબાદ તમારો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે.
પછી DOB, PAN અથવા કસ્ટમર આઈડી વેરિફાઈ કરવાની રહેશે.
હવે તમારે Get OTP ઉપર ક્લિક/ટેપ કરવાનું રહેશે.
જે OTP આવ્યો હોય તે દાખલ કરીને આગળની સૂચનાઓનું પાલન કરવું પડશે.

આ પણ વાંચોઃ મફતની સવારી, મારામારીની ગેરન્ટી, જૂઓ વીડિયોઃ બે મહિલાઓએ એક સીટ માટે જ્યારે…

Back to top button