ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

મફતની સવારી, મારામારીની ગેરન્ટી, જૂઓ વીડિયોઃ બે મહિલાઓએ એક સીટ માટે જ્યારે…

તેલંગાણા, ૨૪ જૂન, આજના સમયમાં સામાન્ય બાબતે લોકો પોતાના ગુસ્સા પર કાબૂ ન રાખીને મારામારી પર ઉતરી આવે છે. ત્યારે સાર્વજનિક સ્થળોએ મારપીટ, વિચિત્ર વર્તન જેવા લોકોના વીડિયો પણ વાયરલ થતાં હોય છે, ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બે મહિલાઓ એકબીજા સાથે ખતરનાક રીતે લડી રહી છે. આ ક્લિપ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. બસમાં મામલો એટલો વધી ગયો કે બંને મહિલાઓએ એકબીજાને થપ્પડ મારવાનું શરૂ કરી દીધું અને તેમના વાળ પણ ખેંચવા લાગ્યા હતા.

જૂઓ વીડિયો અહીં –

પરિવહનમાં ઝઘડાના કિસ્સા અવારનવાર બનતા રહે છે. આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ચૂક્યા છે જેમાં બસ, ટ્રેન કે અન્ય પબ્લિક ટ્રાન્સપોર્ટની અંદર પુરુષો અને મહિલાઓ લડતા જોવા મળે છે. આવો જ એક કિસ્સો તેલંગાણામાં જોવા મળ્યો છે. સ્પીડમાં આવતી બસમાં બે મહિલાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, બસમાં ખાલી સીટ હોવાના કારણે બંને મહિલાઓ એકબીજા સાથે ઝઘડી પડી હતી. આ વીડિયો મંગળવારે ઇન્ટરનેટ પર આવ્યો હતો અને તેને અત્યાર સુધીમાં 1 લાખ 73 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ બસ હૈદરાબાદથી કુર્નૂલ શહેર જઈ રહી હતી. યુઝર્સ આ વીડિયો પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા યુઝર્સ માને છે કે મહિલાઓને ફ્રી સીટની સુવિધા ન હોવી જોઈએ.

શું છે વીડિયોમાં

આ ચોંકાવનારો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બે મહિલાઓ એટલી ખરાબ રીતે લડી રહી છે કે આ ક્લિપ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. બસમાં વાતચીત એટલી વધી ગઈ કે બંને મહિલાઓ એકબીજાને થપ્પડ મારવા લાગી. આ પછી બંને એકબીજાના વાળ ખેંચવા લાગ્યા. તેમની લડાઈ એટલી ખતરનાક હતી કે બસના ડ્રાઈવર, કંડક્ટર અને અન્ય મુસાફરોએ તે દરમિયાન ઝગડો બંધ કરાવવાની હિંમત કરી ન હતી. બસમાં ચૂપ ચાપ દર્શકોની જેમ બધા તેમને લડતા જોઈ રહ્યા છે. થોડી વાર પછી બીજી મહિલા પણ ઊભી થઈ જાય છે અને પછી બચાવમાં બંને એકબીજાને થપ્પડ મારવા લાગે છે. સ્થિતિ બગડતી જોઈને ત્યાં હાજર અન્ય મુસાફરોએ તેમને રોકવાનું શરૂ કર્યું પરંતુ બંને મહિલાઓ કોઈની વાત ન સાંભળી અને મારપીટ કરવા લાગી.

આ પણ વાંચો..સ્વિટ્ઝરલેન્ડના રેસ્ટોરાંમાં સલવાર-કમીઝમાં જોવા મળી વેઈટ્રેસ, જૂઓ વીડિયો

Back to top button