

ગુજરાત રાજ્યમાં 29 જાન્યુઆરીના રોજ પેપર લીકના કારણે મોકૂફ થયેલ જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. જુનિયર ક્લાર્કના પેપર લીક બાદ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી.
પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 9 એપ્રિલના રોજ લેવા માંગે છે. ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવેલ છે. વિગતો ઉપલબ્ધ થયા બાદ તારીખ જાહેર કરવામાં આવશે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) February 15, 2023
ગુજરાત પંચાયત સેવ પસંદગી મંડળના વડા હસમુખ પટેલ દ્વારા ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી છે કે ગુજરાત ગૌણ સેવ પસંદગી મંડળ 9 અપ્રિલે પરીક્ષા લેવા માટે તૈયાર છે પણ પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તે અંગે ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી તે બાબતે માહિતી માંગવામાં આવી છે અને માહિતી આવ્યા બાદ જે તે તારીખની જાહેરાત કરવામાં આવશે.
