ટ્રેન્ડિંગનેશનલ

Happy Birthday Smriti Irani: એક્ટિંગની દુનિયાથી પહોંચ્યા રાજકારણની ટોચ પર

પુર્વ અભિનેત્રી અને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની આજે તેમનો 47મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છે. તેમણે એક્ટિંગથી લઇને રાજકારણ સુધીની સફર કરી છે. દિલ્હીમાં જન્મેલા સ્મૃતિ ઇરાનીએ કરિયરની શરૂઆત મોડેલિંગથી કરી હતી. 1998માં સ્મૃતિએ ફેમિના મિસ ઇંડિયા બ્યુટી પેજન્ટમાં ભાગ લીધો હતો. તે ફાઇનલ સુધી પહોંચ્યા છતાં વિનર ન થઇ શક્યા. ત્યારબાદ તેમણે 2000માં ટીવી સિરિયલ ‘હમ હૈ કલ આજ કલ આજ કલ ઓર કલ’ સાથે પોતાની કરિયરની શરૂઆત કરી.

Happy Birthday Smriti Irani: એક્ટિંગની દુનિયાથી પહોંચ્યા રાજકારણની ટોચ પર hum dekhenge news

… અને ‘સાસ ભી કભી બહુ થી’નો ચાન્સ મળ્યો

ત્યારબાદ તેમને ક્યોંકિ સાસ ભી કભી બહુ થીનું ઓડિશન આપવાનો મોકો મળ્યો. ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ના ઓડિશનમાં સ્મૃતિ ઇરાનીને રિજેક્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ એકતા કપૂરને તેમની સ્માઇલ ખુબ જ પસંદ આવી હતી. એકતાને લાગ્યું કે તુલસી વિરાનીના રોલ માટે તે ફિટ છે. શોની ટીમે એકતાને કહ્યુ કે સ્મૃતિને એક્ટિંગ આવડતી નથી, પરંતુ એકતાએ લોકોનું નહીં, પોતાના દિલનું સાંભળ્યુ. તેણે બધાની ઉપરવટ જઇને સ્મૃતિ ઇરાનીને સાઇન કરી. કોફી વિથ ધ કરણમાં સ્મૃતિ આ વાતનો ઉલ્લેખ કરી ચુક્યા છે. તેમણે એમ પણ જણાવ્યુ હતુ કે તેમણે પોતાના લગ્નના દિવસે શૂટિંગ શરુ કર્યુ અને ડિલીવરીના લાસ્ટ ડે સુધી શૂટિંગ ચાલુ રાખ્યુ.

Happy Birthday Smriti Irani: એક્ટિંગની દુનિયાથી પહોંચ્યા રાજકારણની ટોચ પર hum dekhenge news

એકતાએ કર્યો હતો ટેલેન્ટ પર ભરોસો

એકતા કપૂરે સ્મૃતિ ઇરાનીની ટેલેન્ટ પર ભરોસો કર્યો. ત્યારબાદ જે થયું તેનો સાક્ષી આખો દેશ છે. કોઇને આશા ન હતી, પરંતુ ચમત્કાર થયો. ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી’ સિરિયલ ઘર ઘરમાં લોકપ્રિય થઇ ગઇ. આ શોએ સ્મૃતિને રાતોરાત સ્ટાર બનાવી દીધા. સ્મૃતિએ પાંચ ઇન્ડિયન ટેલીવિઝન એકેડમી એવોર્ડ્સ, ચાર ઇન્ડિયન ટેલી એવોર્ડ્સ અને 8 સ્ટાર પરિવાર એવોર્ડ્સ પોતાના નામે કર્યા હતા. 2001માં સ્મૃતિએ જુબિન ઇરાની સાથે લગ્ન કર્યા હતા. તેમના બે બાળકો છે, જોહર ઇરાની અને જોઇશ ઇરાની.

Happy Birthday Smriti Irani: એક્ટિંગની દુનિયાથી પહોંચ્યા રાજકારણની ટોચ પર hum dekhenge news

એક્ટિંગ બાદ રાજકારણની ટોચે

સ્મૃતિ ઇરાની એ વ્યક્તિ છે જેમણે એક્ટિંગની દુનિયામાં નામ કમાયા બાદ રાજકારણમાં એન્ટ્રી કરી અને ત્યાં પણ સફળતાના શિખરો સર કર્યા. રાજકારણની દુનિયામાં તેઓ ટોચ પર પહોંચ્યા. આજે તે મહિલા સશક્તિકરણનું સૌથી મોટુ ઉદાહરણ છે અને હજારો લોકો તેમનાથી પ્રેરાય છે. સ્મૃતિ આજે લાખો મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત છે. હાલમાં તેઓ ભારત સરકારમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી છે. આ પહેલા તેઓ માનવ સંસાધન વિકાસ પ્રધાન, સુચના-પ્રસારણ અને ટેક્સટાઇલ મંત્રી પણ રહી ચુક્યા છે.

Happy Birthday Smriti Irani: એક્ટિંગની દુનિયાથી પહોંચ્યા રાજકારણની ટોચ પર hum dekhenge news

સમય બદલાયો, દોસ્તી નહીં…

સમય બદલાયો, પરંતુ સ્મૃતિ ઇરાની અને એકતા કપૂરની દોસ્તી આજે પણ એટલી જ પાક્કી છે. બંને એકબીજાને લઇને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા રહે છે. સ્મૃતિ ઇરાની હાલમાં રાજકારણના શિખરો પર બિરાજમાન હોવા છતાં તેઓ એકતા સાથેની મિત્રતાને ભુલ્યા નથી.

આ પણ વાંચોઃ ચૈત્ર નવરાત્રિઃ ઘરમાં અખંડ દીવો રાખતા હો તો આટલી બાબતોનું ધ્યાન રાખો

Back to top button