કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતીઓ પરત ફર્યા : પરિવારને મળતા સર્જાયાં ભાવુક દ્રશ્યો

HD ન્યુઝ ડેસ્ક, 26 એપ્રિલ, 2025: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશના બાકીના રાજ્યો પણ હાઈ એલર્ટ પર છે. કે ગુજરાતના ઘણા લોકો હજુ પણ જમ્મુ અને કાશ્મીરમાં ફસાયેલા હતા કશ્મીરમાં મોરારીબાપુની કથા સાંભળવા ગયેલા વડોદરાના 20 પરિવારના 23 લોકો 10 દિવસથી ફસાઈ ગયાં હતાં, જેઓ આજે (26 એપ્રિલ) પરત વતન ફર્યા છે. તમામ લોકો ગતરોજ (25 એપ્રિલ) કટરાથી તંત્રએ સ્વરાજ એક્સપ્રેસ ટ્રેનમાં બેસાડ્યા હતાં. . વાહન વ્યવહાર બધ હોવાથી તેઓ જમ્મુથી ઉપડનારી ટ્રેન ચૂકી ગયા હતા. શ્રીનગર બંધના એલાન વચ્ચે તેમને સતત બે દિવસ હોટલમાં જ પૂરાઈ રહેવું પડયું હતું. આખરે તેમણે સરકાર અને સાંસદની મદદ માગી હતી.હોટલના સંચાલકે તેમને ખાનગી વાહનની વ્યવસ્થા કરી આપી હતી.
કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ બે દિવસ શ્રીનગરમાં અટવાઈ ગયેલા વડોદરાના 20 જેટલા પ્રવાસીઓનો સમૂહ આજે વડોદરા પરત ફર્યું હતું. વતનની ધરતી પર પગ મૂકતાની સાથે ઘણાની આંખો ભીની થઇ ગઇ હતી. રેલવે સ્ટેશન પર લેવા માટે આવેલા સબંધીઓ પણ તેમને ખુશીથી ભેટી પડયા હતા. બીજી તરફ બનાસકાંઠાના પાલનપુરના 20 અને ગાંધીનગરા 21 પ્રવાસીઓ માદરે વતન પહોંચતા ભાવવિભોર દૃશ્યો સર્જાયા હતાં. પાલનપુરના મીરાં દરવાજા વિસ્તારમાં પ્રવાસીઓની બસ પહોંચતા પરિવારજનો તેઓને ભેંટી પડ્યા હતાં અને આંખોમાંથી હરખના આંસુ છલકાયા હતાં.
ભાવનગરથી પહલગામના પ્રવાસે 20 લોકોનું ગ્રુપ ગયું હતું. આતંકવાદી હુમલામાં બચી ગયેલા લોકોએ ભયાનકતાને યાદ કરતાં જણાવ્યું કે, તેઓ કેવી રીતે આરામ કરી રહ્યા અને ફોટા પાડી રહ્યા હતા. ત્યારે અચાનક ગોળીબારી શરૂ થઇ. શરૂઆતમાં તેમને લાગ્યું કે હથિયારોથી સજ્જ હુમલાખોરો સેનાના જવાન છે, પરંતુ ટૂંક સમયમાં તેમને ખબર પડી કે તેમના પર આતંકવાદી હુમલો થયો છે. સ્થિતિની વાસ્તવિકતા સામે આવતાં જ લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. જો કે, સૌ કોઈ હેમખેમ વનત પહોંચવાને લઇને ભગવાનનો અભાર માની રહ્યા છે.
આ પણ વાંચો..હિના ખાને પહલગામ હત્યાકાંડ અંગે હિન્દુઓની માફી માગીઃ જાણો શું કહ્યું?












