ગુજરાત

ગુજરાતી સાહિત્યકાર ધીરુબેન પટેલનું નિધન, 97 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Text To Speech

સુપ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર ધીરુબેન પટેલનું આજે સવારે અમદાવાદ ખાતે અવસાન થયું છે. લોકપ્રિય સાહિત્યકાર નવલકથાકાર, નાટકકાર, વાર્તાકાર અને અનુવાદક એવા ધીરુબેન પટેલનું 97 વર્ષની વયે અવસાન થતા સાહિત્ય જગતમાં શોક વ્યાપી ગયો છે

ધીરુબેન પટેલ વિશે માહિતી

સાહિત્યકાર ધીરુબેન પટેલનો જન્મ વડોદરામાં થયો હતો. તેમને સાન્તાક્રુઝની પોદાર હાઈસ્કૂલમા પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. વર્ષ 1945માં અંગ્રેજી વિષય સાથે બી.એ. કર્યું હતું. 1947માં એમ.એ. કર્યું હતુ ત્યાર બાદ તેઓ 1963-1964માં દહિસરની કૉલેજમાં અંગ્રેજીનાં અધ્યાપક તરીકે ફરજ નિભાવી હતી. 1975 સુધી ‘સુધા’ સાપ્તાહિકનાં તંત્રી પદે પણ રહી ચૂક્યા હતા. તેમજ ધીરુબેને 2003-04 દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખપદ સંભાળ્યું હતું. ધીરુબેન પટેલે એક મહાન સાહિત્યકાર અને ‘ભવની ભવાઈ’ જેવી ક્લાસિકલ ફિલ્મના લેખિકા અને તરીકે તેઓએ ખ્યાતિ પ્રાપ્ત કરી છે.

ધીરુબેન પટેલ-humdekhengenews

સાહિત્ય જગતમાં મહત્વનું યોગદાન

ગુજરાતી સાહિત્યમાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેમણે નવલિકા, લઘુનવલ, નવલકથા, ચરિત્રનિબંધો, બાળસાહિત્ય, કાવ્ય અને હાસ્યકથાઓ લખી છે. તેમની કેટલીક વાર્તાઓ પરથી ફિલ્મો પણ બનાવવામાં આવી છે. ફિલ્મ સર્જક કેતન મહેતાએ ધીરુબેન પટેલની વાર્તા પરથી `ભવની ભવાઈ` ફિલ્મ બનાવી હતી જે વિશ્વ સ્તરે ખુબ પ્રસિદ્ધ થઈ હતી.

ધીરુબેન પટેલને આ સન્માન મળ્યા હતા

સાહિત્યકાર ધીરુબેન પટેલને વર્ષ 1980માં રણજિતકામ સુર્વણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે વર્ષ 1981માં તેમને મુન્સી સુવર્ણ ચંદ્રક અને 2002માં તેમને સાહિત્ય પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો.

આ પણ વાંચો : અરવલ્લી : ધોરણ 8નો વિદ્યાર્થી પશુ પંખીઓના અનોખા અવાજ કાઢી બન્યો આકર્ષણનું કેન્દ્ર

Back to top button