ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

આજનું હવામાન: ગુજરાતમાં કડકડતી ઠંડીની લહેર, 3 ડિગ્રી નીચે ગયો પારો, ઉત્તરાયણ પછી મળશે રાહત

Text To Speech

અમદાવાદ, 13 જાન્યુઆરી 2025: ગુજરાતમાં ઠંડીનું લેવલ વધતું જાય છે. જેમ જેમ જાન્યુઆરીનો મહિનો આગળ વધી રહ્યો છે, ગુજરાતમાં તાપમાન નીચે જઈ રહ્યું છે. રાજ્યના કેટલાય ભાગોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાજ્યમાં તાપમાન 2થી 3 ડિગ્રી નીચે જશે. તેની સાથે જ ઠંડી વધવાની શક્યતા છે. જો કે 24 કલાક બાદ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. તો વળી 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે. તો વળી અમદાવાદનું તાપમાન 13.9 ડિગ્રીથી 27.2 ડિગ્રીની વચ્ચે રહેશે.

તાપમાનમાં ફરી ઘટાડો

હવામાન વિભાગના પૂર્વાનુમાન અનુસાર, આગામી 7 દિવસ સુધી હવામાન શુષ્ક રહેશે, સાથે જ આગામી 24 કલાકમાં રાજ્યના અમુક જિલ્લામાં તાપમાન 2થી 4 ડિગ્રી સુધી વધી શકે છે. તો વળી રાજ્યમાં પૂર્વ અને દક્ષિણ પૂર્વી હવાઓ ચાલવાથી ઠંડી ઓછી થશે.

કેટલાય વિસ્તારોમાં ઠંડીનો પ્રકોપ

તો વળી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું પૂર્વાનુમાન અનુસાર, 14થી 16 જાન્યુઆરી સુધી રાજ્યમાં ઠંડીમાં આંશકિ ઘટાડો આવી શકે છે. સાથે જ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ઠંડી વધવાની સંભાવના છે. સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારમાં ઠંડીનો પ્રકોપ ઓછો થઈ જશે. આ ઉપરાંત અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન વધી શકે છે. દિવસમાં ગરમી રહેવાનું અનુમામન છે. જ્યારે 14થી 18 જાન્યુઆરી સુધી વાદળ છવાયેલા રહેશે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજ્યના અમુક વિસ્તારમાં છાંટા પડી શકે છે. એટલા માટે અમુક વિસ્તારનું તાપમાન 34 ડિગ્રીથી વધારે રહેવાની સંભાવના છે.

આ શહેરોમાં પારો નીચે ગગડ્યો

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કાલે રાતે રાજ્યના નલાયામાં 5.6 ડિગ્રી, પોરબંદરમાં 10.1, અમરેલીમાં 10.4, રાજકોટમાં 10.4, કેશોદમાં 10.8, ભૂજમાં 11.4, ડિસામાં 11.6, સુરેન્દ્રનગરમાં 12.8, મહુવામાં 13.3, ગાંધીનગરમાં 13.7 ડિગ્રી, અમદાવાદમાં 13.9, કંડલા પોર્ટ 14.2 ડિગ્રી, દ્વારકા 15, ભાવનગર 15.1 ડિગ્રી, વેરાવળ 15.9 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગર 16.8 ડિગ્રી, સૂરત 17.1, ઓખા 19.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળ: સરકારી હોસ્પિટલમાં લાલિયાવાડી, પ્રસૂતિ બાદ મહિલાઓને ચડાવી દીધી એક્સપાયર દવા

Back to top button