ગુજરાત: અમદાવાદમાં ભાજપ કાર્યકરની હત્યાનો વોન્ટેડ આરોપી રાજસ્થાનથી ઝડપાયો
- મોન્ટુ નામદારને રાજસ્થાનના નાથદ્વારા પાસેથી સાઇબર ક્રાઇમે ઝડપી પાડયો
- હાઇકોર્ટ દ્વારા 13 જુલાઈથી 26 જુલાઈ સુધી 14 દિવસના વચગાળાના જામીન મળ્યા હતા
- આરોપી વચગાળાના જામીન પર છૂટયા બાદ ભાગી ગયો હતો
ગુજરાતના અમદાવાદમાં ભાજપ કાર્યકરની હત્યાનો વોન્ટેડ આરોપી રાજસ્થાનથી ઝડપાયો છે. શહેરના ખાડિયામાં ભાજપ કાર્યકરની હત્યાનો વોન્ટેડ મોન્ટુ નામદારને પોલીસે રાજસ્થાનથી પકડ્યો છે. આરોપી વચગાળાના જામીન પર છૂટયા બાદ ભાગી ગયો હતો. તેમજ આરોપી પેરોલ જમ્પ મેળવીને ફરાર થયો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં હૃદય રોગ અને તેના કારણે મૃત્યુથી ચિંતા, જાણો કોણ બની રહ્યું છે વધુ ભોગ
મોન્ટુ નામદારને રાજસ્થાનના નાથદ્વારા પાસેથી સાઇબર ક્રાઇમે ઝડપી પાડયો
સાઇબર ક્રાઇમે ટેક્નિકલ એનાલિસિસ દ્વારા રાજસ્થાનમાંથી તેની ધરપકડ કરી છે. ખાડિયામાં ભાજપના કાર્યકર્તાની ચકચારી હત્યા કેસના મુખ્ય આરોપી મોન્ટુ નામદારને રાજસ્થાનના નાથદ્વારા પાસેથી સાઇબર ક્રાઇમે ઝડપી પાડયો છે. આરોપી પેરોલ જમ્પ મેળવીને ફરાર થયો હતો. પોલીસથી બચવા અવનવી ટેક્નિનો ઉપયોગ કરી રહ્યો હતો. ત્યારે સાઇબર ક્રાઇમે ટેક્નિકલ એનાલિસિસ દ્વારા રાજસ્થાનમાંથી તેની ધરપકડ કરી છે. ખાડિયામાં ભાજપના કાર્યકર રાકેશ ઉર્ફે બોબી મહેતાની હત્યામાં મુખ્ય આરોપી રહેલા એવા કુખ્યાત મોન્ટુ નામદારને અગાઉ પોલીસે ઝડપીને જેલમાં ધકેલ્યો હતો. જે બાદ આરોપી મોન્ટુને હાઇકોર્ટ દ્વારા 13 જુલાઈથી 26 જુલાઈ સુધી 14 દિવસના વચગાળાના જામીન મળ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં કપલ બોક્સ ચલાવનાર સામે પોલીસની લાલ આંખ
આરોપી વચગાળાના જામીન પર છૂટયા બાદ ભાગી ગયો હતો
27 જુલાઈના રોજ પરત નડિયાદ જેલ હાજર થવાનું હતું, પરંતુ આરોપી જેલમાં હાજર થયો નહીં અને પેરોલ જમ્પ કરીને નાસતો ફરતો હતો. જે બાદ મોન્ટુ આબુ, દિલ્હી, મેરઠ દેહરાદૂન અને રાજસ્થાનમાં નાસતો ફરતો હતો. મોન્ટુ ઇનોવા ગાડી લઈને ફરાર થયો હતો અને ટોલટેક્સ પર અન્ય ગાડીઓના ફસ્ટ ટ્રેકથી ટોલના પૈસા ચૂકવતો હતો. આથી તે કઈ ગાડી લઈને નાસી ગયો હોય તે ખબર ના પડે અને પોલીસ તેનું લોકેશન જાણી ના શકે. આટલું જ નહિ એક સિમકાર્ડ ખરીદીને બે-ત્રણ દિવસ ઉપયોગ કરીને તોડીને ફેંકી દેતો હતો. તેમજ પરિવાર સાથે લેન્ડલાઇન નંબર પર વાત કરતો હતો. સાઇબર ક્રાઇમે આરોપીની ધરપકડ કરીને નડિયાદ જેલને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત તેને ફરાર કરવામાં મદદરૂપ થનાર લોકોની પણ તપાસ શરૂ કરી છે.