ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: જૂની શરતની જમીનમાં તબદીલ કરવા માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો

Text To Speech
  • સરકારના આ ફેરફારથી વહીવટી સરળીકરણ થશે
  • 25 કરોડના મુલ્ય સુધીની જમીનની સત્તા કલેકટરને અપાઈ
  • જૂની શરતમાં ફેરવવાના પ્રીમિયમ માટેની સત્તામાં ફેરફાર કરવામાં આવ્યો

ગુજરાતમાં જૂની શરતની જમીનમાં તબદીલ કરવા માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. 25 કરોડના મુલ્ય સુધીની જમીનની સત્તા કલેકટરને અપાઈ છે. તથા અગાઉ 15 કરોડની જમીન માટે રાજય સરકારની મંજૂરી લેવી પડતી હતી.

આ પણ વાંચો: કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયત લથડી, બ્રેઈન સ્ટોક આવતા સારવાર અર્થે ખસેડાયા

સરકારના આ ફેરફારથી વહીવટી સરળીકરણ થશે

અગાઉ જંત્રી પ્રમાણે 15 કરોડથી ઉપરની જમીન ઉપર જ સરકારની પૂર્વ મંજૂરી લેવી પડતી હતી. ગણોત ધારા સહિત નવી અને અવિભાજય શરતની જમીનો ખેતી તેમજ બિનખેતી હેતુ માટે જૂની શરતમાં ફેરવવાના પ્રીમિયમ માટેની સત્તામાં ફેરફાર કરવામાં આવ્યો છે. સરકારમાં અગાઉ જંત્રી પ્રમાણે 15 કરોડથી ઉપરની જમીન ઉપર જ સરકારની પૂર્વ મંજૂરી લેવી પડતી હતી. જોકે સરકારના આ ફેરફારથી વહીવટી સરળીકરણ થશે અને આવા કેસોનો નિકાલ ઝડપી થશે.

આ પણ વાંચો: ગુજરાત: ચાર તાલીમી પોલીસ સબ ઇન્સપેક્ટરોને ગેરશિસ્ત મામલે ડિસમીસ કરતા ખળભળાટ 

ખેતીની જમીન સંબંધે સ્વાધીનતા પહેલાં અને પછી વિચારાયેલી નીતિમાં ત્રણ બાબતો મુખ્ય હતી

(1) મધ્યસ્થીઓનાં હિતોવાળા જમીનધારણના પ્રકારો નાબૂદ કરી બધા ખાતેદારોને રાજ્ય સાથેના સીધા કબજેદારો બનાવવા.
(2) શોષણ પર આધારિત કે શોષણને પ્રોત્સાહિત કરતી ગણોતપ્રથા નાબૂદ કરવી અથવા તેનું નિયમન કરવું.
(3) એક ખેડૂત કુટુંબ ખેતીની વધુમાં વધુ કેટલી જમીનની માલિકી ધરાવી શકે તેનું પ્રમાણ નક્કી કરવું એટલે કે જમીનધારણની ટોચમર્યાદા નિર્ધારિત કરવી.

Back to top button