ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત એસ.ટી. દ્વારા મુસાફર લક્ષી વધુ બે સુવિધાઓનો શુભારંભ

રાજ્યમાં લોકો પ્રાઇવેટ કરતાં સરકારી એસ.ટી બસમાં વધુ મુસાફરી કરી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ગુજરાત એસ.ટી. દ્વારા મુસાફર લક્ષી વધુ બે સુવિધાઓનો શુભારંભ થયો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે કુલ 53 કરોડ રૂપિયાના ખર્ચે નવી 151 બસ મુસાફર જનતાની સેવામાં કાર્યરત કરી છે. આ માટે મુખ્યમંત્રી દ્વારા 40 સ્લીપર કોચ અને 111 લક્ઝરી કોચ એમ કુલ 151 બસનું ગાંધીનગરમાં બે ડ્રાઇવર ભાઈઓને બસ ની ચાવી પ્રતીક રૂપે આપીને લોકાર્પણ કર્યું હતું. આ નવી બસ સેવાઓ રાજ્યમાં મુસાફરોની સફર વધુ આરામ દાયક તેમજ સગવડ્યુક્ત બનાવશે.

આ પણ વાંચો : ત્રિપુરાના CM માણિક સાહાએ કહ્યું- રાજ્યમાં ભાજપની સુનામી આવશે
બસ - Humdekhengenewsવાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ એસ.ટી. નિગમની અન્ય એક વધુ મુસાફર સુવિધા સેવા ઓટોમેટીક પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો પણ પ્રારંભ કરાવ્યો હતો. આ સિસ્ટમ કાર્યરત થવાથી મુસાફરોને પૂછપરછ બારીનો ઉપયોગ કર્યા વિના ઓડિયો સિસ્ટમ મારફતે બસનો રૂટ, બસ નંબર, સ્ટોપેજીસ અને બસ ક્યા પ્લેટફોર્મ પર આવશે તેની સંપૂર્ણ વિગતો મળતી થઈ જશે. ગુજરાત એસટી નિગમે નાગરિક મુસાફરોની સુવિધામાં સતત વૃદ્ધિના અભિગમ સાથે રૂપિયા 310 કરોડની નાણાકીય જોગવાઈ સાથે એક હજાર નવી બસ સંચાલનમાં મૂકવા કાર્ય આયોજન કર્યું છે. આ 1,000 બસમાંથી 500 સુપર એક્સપ્રેસ, 300 લક્ઝરી અને 200 સ્લીપર કોચ ક્રમશઃ મુસાફરોની સેવામાં મૂકવામાં આવી રહી છે.

આ પણ વાંચો : નિવૃત IPS ને બદનામ કરવાના મામલે ગુજરાત ATS એ ભાજપ નેતા સહિત પાંચ લોકોની કરી ધરપકડ
બસ - Humdekhengenewsખાસ વિશેષતા એ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગ્રીન ક્લિન એનર્જીને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતામાં સૂર પુરાવતા એસટી નિગમે ઝીરો એર પોલ્યુશન ધરાવતી 50 ઇલેક્ટ્રીક બસ સંચાલનમાં મૂકી છે અને હજુ વધારે 50 ઇ બસ નાગરિકોની સેવામાં આવનારા દિવસોમાં શરૂ કરાશે. એટલું જ નહિ ,2020 માં દેશમાં જાહેર પરિવહન સેવા માટે કાર્યરત નિગમ દ્વારા પર્યાવરણ પ્રિય BS6 નોર્મ્સ ધરાવતી 1000 બસ દેશભરમાં પ્રથમ સંચાલનમાં મુકનારા નિગમનું ગૌરવ પણ ગુજરાત એસ.ટી નિગમને આ અગાઉ મળેલું છે.

આ પણ વાંચો : ગુજરાત સરકાર બિલ્ડરોના પ્રશ્ને લેશે મોટો નિર્ણય, જાણો કોને થશે ફાયદો
બસ - Humdekhengenewsગુજરાત એસટી 274 સ્લીપર કોચ, 1193 સેમી લક્ઝરી અને 5296 સુપર ડિલક્સ સુપર અને 1203 મીની બસ સહીત 7966ના કાફલા સાથે રાજ્યની જનતા જનાર્દનની પરિવહન સુવિધા માટે કર્તવ્યરત છે. વાહન વ્યવહારના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ, એસટી નિગમના એમડી ગાંધી, જોઇન્ટ એમ ડી પ્રજાપતિ, ગાંધીનગર શહેરના મેયર હિતેશ મકવાણા, તેમજ ગાંધીનગર ઉત્તર, દહેગામ, કલોલ અને માણસા ના ધારાસભ્યો અને આમંત્રિતો ,અધિકારીઓ આ અવસરના સાક્ષી બન્યા હતા.

Back to top button