ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત સરકાર બિલ્ડરોના પ્રશ્ને લેશે મોટો નિર્ણય, જાણો કોને થશે ફાયદો

રાજ્ય સરકાર હવે બિલ્ડરોના પ્રશ્ને હાઇ લેવલ કમિટી બનાવે તેવી શક્યતા છે. જેમાં પ્રશ્નો યથાવત્ રહે તો અત્યારની સ્થિતિ 15 એપ્રિલે ઊભી જ રહે તથા અલાયદો વેલ્યૂએશન ડિપાર્ટમેન્ટ રચવાની પણ માગ થઇ રહી છે. તેમજ પેઇડ FSIનું, શરતફેરનું પ્રીમિયમ જંત્રી સાથે લિન્ક નહીં પણ ફિક્સ કરો તેવી માંગ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ગુજરાત: દિવ્યાંગ લોકો માટે સરકારે આપી મોટી રાહત 

એન.એ. પ્રીમિયમ જેવા કેટલાક મોટા પ્રશ્નોનું નિરાકરણ આવશે

ગુજરાત સરકારે રાજ્યમાં જંત્રીના દર બમણાં કરવાનો નિર્ણય 14 એપ્રિલ સુધી પાછો ઠેલ્યો એ પછી બિલ્ડરોની અન્ય માગણીઓ સંદર્ભે સંબંધિત મંત્રીઓને તથા સિનિયર આઇએએસ અધિકારીઓને સાંકળી ટૂંક સમયમાં હાઇ લેવલ કમિટી રચાવાની શક્યતા છે. મુખ્યમંત્રી તમામ બાબતોથી અવગત છે, એમ કહી મંત્રીઓ આ અંગે કશો ફોડ પાડતા નથી, પરંતુ બિલ્ડરો કહે છે કે, પરચેઝ એફએસઆઇ તથા એન.એ. પ્રીમિયમ જેવા કેટલાક મોટા પ્રશ્નોનું નિરાકરણ ના આવે તો અત્યારની માફક 15 એપ્રિલે પણ આજ પ્રશ્નો ફરી ઊભા રહે, એ સ્થિતિ ના સર્જાય તે માટે સરકાર હવે ઝડપથી ઉકેલની દિશામાં આગળ વધશે, એવી અમને આશા છે. આવી કોઈ ઉચ્ચ સ્તરીય સમિતિ રચાય તો સમિતિ સ્ટેક હોલ્ડર્સ સાથે પરામર્શ કર્યા બાદ ભલામણ રિપોર્ટ તૈયાર કરે, જેનું સરકાર દ્વારા અમલીકરણ થાય. આવી કમિટી બની હોય તો 2011માં જ્યાં જંત્રી નક્કી થઈ નથી તેવા કિસ્સાઓની વિસંગતતાઓનો અત્યારે જ ઉકેલ આવી શકે, એમ જણાવાઈ રહ્યું છે.

આ પણ વાંચો:  રાજ્યમાં ગરમી આવતા લીલા શાકભાજીના ભાવમાં વધારો થયો

જમીનના વેલ્યૂએશનના પ્રશ્નો ‘ડીલ’ કરવા માટે અલાયદો વેલ્યૂએશન ડિપાર્ટમેન્ટ ઊભો કરવો

બિલ્ડરોમાંથી એવો પણ સૂર ઊઠી રહ્યો છે કે, રાજ્ય સરકારે જમીનના વેલ્યૂએશનના પ્રશ્નો ‘ડીલ’ કરવા માટે અલાયદો વેલ્યૂએશન ડિપાર્ટમેન્ટ ઊભો કરવો જોઈએ, જે સ્ટેમ્પ ડયૂટીના તંત્રમાં કે અલગથી પણ ઊભો થઈ શકે. આવું તંત્ર અત્યારે નથી. આવું ડિપાર્ટમેન્ટ સર્જાવાથી રોજેરોજ થતાં વેચાણ દસ્તાવેજો ઉપર વોચ રહે અને જ્યાં જૂના દસ્તાવેજોને આધારે જંત્રીની વેલ્યૂ નક્કી થાય છે, તેવા કિસ્સામાં સરળતા રહે.

આ પણ વાંચો: ગુજરાતના આ લોકોને બારેમાસ રાહતદરે સિંગતેલ મળશે

નવી શરતમાંથી જૂની શરતમાં જમીનની ટ્રાન્સફરમાં જંત્રીના 40 ટકા લેખે પ્રીમિયમ

રાજ્યના બિલ્ડરોને પ્રથમ ચરણમાં નવી જંત્રીના અમલમાં એક્સ્ટેન્શનરૂપે રાહત મળી એ પછી આ બિલ્ડરો પેઇડ એફએસઆઇનું પ્રીમિયમ તથા શરતફેરનું પ્રીમિયમ ફિક્સ કરવાની યાને ચોક્કસ રકમરૂપે વસૂલવાની માગણી કરી રહ્યા છે. અત્યારે રાજ્યના 8 મ્યુનિસિપલ કોર્પોરેશનો તથા 8 અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીઓ દ્વારા પેઇડ એફએસઆઇમાં જંત્રીના 40 ટકા લેખે અને નવી શરતમાંથી જૂની શરતમાં જમીનની ટ્રાન્સફરમાં જંત્રીના 40 ટકા લેખે પ્રીમિયમ વસૂલ થાય છે. બિલ્ડરો કહે છે કે, પેઇડ એફએસઆઇની બાબત નવો જીસીડીઆર 2014માં લાગુ થયો ત્યારથી આવી છે. એ અગાઉ એફએસઆઇ 1.8થી વધુ મળતી ન હતી. નવા જીસીડીઆરમાં વધારાની એફએસઆઇનું પ્રીમિયમ નક્કી કરવાની બાબત જંત્રીના દર લિન્ક થયેલી હોવાથી ડબલ જંત્રી થતાં એફોર્ડેબલ સ્કીમમાં તથા રિડેવલપમેન્ટ સ્કીમમાં બિલ્ડરોની નાણાકીય ગણતરીનું માળખું તૂટી પડે છે, તેથી ઉક્ત બંને બાબતોમાં પ્રીમિયમના દર નવી જંત્રીના 40 ટકાને બદલે 20 ટકા હોવો જોઈએ અથવા તો જંત્રી સાથેનું લિન્કેજ બંધ કરી ચોક્કસ ફિક્સ રકમ પ્રીમિયમ તરીકે વસૂલ કરવામાં આવે છે.

Back to top button