હજુ તો ઉનાળાની શરૂઆત જ થઈ છે ત્યાં રાજ્યમાં લીંબુના ભાવમાં ધરખમ વધારો થયો છે. લીંબુ અત્યારે ₹200 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે, જે અગાઉ ₹50-60 પ્રતિ કિલોના ભાવે વેચતા હતા. જેમ જેમ ગરમી વધી રહી છે, લોકો તેમના આહારમાં લીંબુનો સમાવેશ કરવાનું પસંદ કરે છે કારણ કે તે વિટામિન સીનો સમૃદ્ધ સ્ત્રોત છે અને પાચનને પ્રોત્સાહન આપતી વખતે હાઇડ્રેટેડ રહેવામાં મદદ કરે છે. વધતા વપરાશ અને પુરવઠાની અછતને કારણે લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે.
આ પણ વાંચો : New Delhi : યુટ્યુબર મનીષ કશ્યપ પર NSA લાગુ, સુપ્રીમ કોર્ટે અરજી મંજૂર કરી
ગુજરાતમાં લીંબુ મુખ્યત્વે આયાત કરવામાં આવે છે ત્યારે હાલ લીંબુની માંગ વધુ છે જેની સામે તેની આવક ખૂબ જ ઓછી થવાને લીધે લીંબુનો ભાવ કિલો દીઠ ₹200ને સ્પર્શી ગયો છે. અગાઉ લીંબુ ₹50-60 પ્રતિ કિલો વેચાતા હતા. મધ્યમ વર્ગીય નાગરિકને દરેક વસ્તુને બજેટમાં ફિટ કરવી પડતી હોય છે ત્યારે લીંબુના ભાવ વધતાં મધ્યમ વર્ગીય નાગરિકોને સીધું તેમના કિચન બજેટ પર અસર કરી રહ્યું છે. હવે આ કિંમત ક્યારે ઘટશે તે તો આવનાર સમય જ બતાવશે.
આ પણ વાંચો : રિલાયન્સે આંતરરાષ્ટ્રીય બેંકો પાસેથી રેકોર્ડ $5 મિલિયન સિન્ડિકેટ લોન લીધી
લગભગ દરેક શાકભાજીના ભાવ હાલ આસમાને પહોંચી ગયા છે. મધ્યમ વર્ગના ગ્રાહક માટે આટલા મોંઘા શાકભાજી ખરીદવું મુશ્કેલ છે. મધ્યમ વર્ગના ગ્રાહકો પહેલાની જેમ મોટી માત્રામાં લીંબુ ખરીદી શકતા નથી. હજુ તો ઉનાળાની શરૂઆત જ છે ત્યારે મધ્યમ વર્ગીય ગ્રાહકો ચિંતિત બન્યા છે કે હજુ તો એપ્રિલમાં આ પરિસ્થિતિ છે ખબર નહિ કે મેમાં શું થશે. ભાવમાં થયેલા ઉછાળાથી વેપારીઓને પણ અસર થઈ છે કારણ કે અચાનક ભાવ વધારાને પગલે ખરીદદારોને ઓછી માત્રામાં લીંબુ ખરીદવાની ફરજ પડી છે. આથી, ભાવ વધારાથી વેપારીઓ અને ખરીદદારો બંનેને અસર થઈ છે.