ગુજરાતટોપ ન્યૂઝ

G20 : ગુજરાતના ગૌરવસમા સૂર્યમંદિરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પ્રતિનિધિઓ સાથે જોડાયા

Text To Speech

ભારતની પ્રેસિડનસી માં જી -20 ની વિવિધ બેઠકો દેશમાં યોજાઈ રહી છે. જેનાથી ભારતને ગૌરવ પ્રદાન થયું છે. જે અંતર્ગત 2 થી 4 એપ્રિલ દરમિયાન ગાંધીનગરમાં યોજાઇ રહેલ બીજી એનર્જી વર્કિંગ ગ્રુપના પ્રતિનિધિઓએ મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લીધી હતી. મોઢેરા સૂર્યમંદિર ની મુલાકાત પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જી20ના સભ્ય દેશો, વિશેષ આમંત્રિત દેશો અને આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી, એશિયા અને પેસિફિક માટે સંયુક્ત રાષ્ટ્ર આર્થિક અને સામાજિક કમિશન, યુરોપિયન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર આસિયાન એન્ડ ઇસ્ટ એશિયા, ઓર્ગેનાઇઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ અને ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ સહિતનાં આંતરરાષ્ટ્રીય સંગઠનોના 66 પ્રતિનિધિઓએ પ્રસિધ્ધ મોઢેરાના સુર્યમંદિરની મુલાકાત મા લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં તેના શિલ્પ સ્થાપત્ય અને કલાથી અભિભૂત થયા હતા.

આ પણ વાંચો : ચીને અરુણાચલ પ્રદેશના 11 સ્થળોના નામ બદલ્યા, કહ્યું- આ છે દક્ષિણ તિબેટ
G20 - Humdekhengenewsઆ પ્રતિનિધિશ્રીઓએ મોઢેરા સુર્યમંદિર અને સુજાનપુરા સોલાર પાવર ઉત્પાદન અને સંગ્રહ પ્રોજેક્ટની મુલાકાત લીધી. સૂર્ય ઉર્જા ઉત્પાદન અને બચાવ ક્ષમતા તેમજ તેના વિવિધ કુદરતી સોર્સ અંગે પણ તેઓ માહિતગાર થયા હતા. લાઈટ એન્ડ સાઉન્ડ શો માં અપાયેલ વૈદિક કાળથી સૂર્યની ઉત્પત્તિ તેમજ પ્રવર્તમાન સમયમાં વિવિધ ક્ષેત્રોમાં મનુષ્યના જીવનમાં ઉપયોગીતા તેમજ વિશ્વભરમાં સૂર્યનું મહત્વ અને વિશેષતા અંગેના વિડીયોથી ઉપસ્થિત મહાનુભાવો અત્યંત પ્રસન્ન અને પ્રભાવિત થયા હતા.

Back to top button