ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: દર્દીઓનો રાહત, PMJAY એમ્પેનલ્ડ હોસ્પિટલોએ હડતાલનું એલાન પાછુ ખેચ્યું

  • શુક્રવાર સુધીમાં બાકી નિકળતી રકમ (બીલ)ની ચૂકવણી પણ કરી દેવામાં આવશે
  • મંત્રીઓ, સચિવો સાથે ચાલી રહેલી વાટાઘાટોને અંતે હડતાલનું એલાન પાછુ ખેચ્યું
  • અન્ય પ્રશ્નોના ઉકેલ માટે તાત્કાલિક રીતે સમસ્યાનું નિરાકરણ કરાશે

ગુજરાતમાં દર્દીઓનો રાહત થઇ છે. જેમાં PMJAY એમ્પેનલ્ડ હોસ્પિટલોએ હડતાલનું એલાન પાછુ ખેચ્યું છે. તેમાં સરકારે પેમેન્ટ ચૂકવવાની બાંહેધરી આપતા નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સોમવારથી હડતાલ નહીં તેમજ શુક્રવાર સુધીમાં સરકાર બાકી નાણાં ચુકવી આપશે.

આ પણ વાંચો: વડોદરામાં મોડી રાત્રે માંડવી મેઇન રોડ પર ઇમારત થઈ ધરાશયી

મંત્રીઓ, સચિવો સાથે ચાલી રહેલી વાટાઘાટોને અંતે હડતાલનું એલાન પાછુ ખેચ્યું

એમ્પેનલ્ડ હોસ્પિટલોએ ગત સપ્તાહે હડતાલની ચિમકી અપાઈ હતી. PMJAY યોજના હેઠળ એમ્પેનલ્ડ હોસ્પિટલોના સંચાલકો, ડોક્ટરોએ 26 ફેબ્રુઆરીને સોમવારથી ચાર દિવસ માટે હડતાલ પાડવાનું એલાન પાછુ ખેંચ્યુ છે. લાંબા સમયથી આ યોજના હેઠળ દર્દીની સારવાર, ઓપરેશન કર્યા બાદ સરકાર દ્વારા બિલની ચૂકવણી ન થતા એમ્પેનલ્ડ હોસ્પિટલોએ ગત સપ્તાહે હડતાલની ચિમકી અપાઈ હતી. જો કે, છેલ્લ બે દિવસથી સરકારમાં મંત્રીઓ, સચિવો સાથે ચાલી રહેલી વાટાઘાટોને અંતે ચિમકી પાછી ખેંચી લેવાઈ છે.

આ પણ વાંચો: હાઈફાઈ ચોર ઝડપાતા ગુજરાતમાં અનેક ચોરીનો ભેદ ઉકેલાવાની શક્યતા

શુક્રવાર સુધીમાં બાકી નિકળતી રકમ (બીલ)ની ચૂકવણી પણ કરી દેવામાં આવશે

ખાનગી હોસ્પિટલ એસોસિએશનના પ્રતિનિધીઓ, તબીબો અને સરકાર વચ્ચે નિયત સમાધાનની ફોર્મ્યુલા મુજબ બાકી પેમેન્ટનો પેશન્ટ વાઈઝ ડેટા દરેક હોસ્પિટલને બે ત્રણ દિવસમાં ઈમેલ દ્વારા મોકલવામાં આવશે. તેના આધારે શુક્રવાર સુધીમાં બાકી નિકળતી રકમ (બીલ)ની ચૂકવણી પણ કરી દેવામાં આવશે. ઉપરાંત ક્લેઈમ વેળાએ થતા રિજેક્શન, ડિડક્શન અને અન્ય પ્રશ્નોના ઉકેલ માટે તાત્કાલિક રીતે સમસ્યાનું નિરાકરણ કરાય તેના માટે સ્ટેટ હેલ્થ ઓથોરિટી તેમજ PMJAY એમ્પેનલ્ડ હોસ્પિટલના સંગઠનના સભ્યો સહિતના હિતધારકો વચ્ચે નિયમિત બેઠકો યોજીને પ્રશ્નો ઉકેલાશે. તેવી બાહેંધરી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપી હતી. આ બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, આરોગ્ય અગ્રસચિવ, કમિશનર અને ઈન્સ્યોરન્સ કંપનીના અધિકારીઓ તેમજ AMAના પ્રસિડેન્ટ, સેક્રેટરી સહિતના ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button