વડોદરામાં મોડી રાત્રે માંડવી મેઇન રોડ પર ઇમારત થઈ ધરાશયી
- દાંડિયાબજાર ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું હતુ
- જર્જરીત મકાન ધરાશાયી થતા પાલિકાની પોલ ખુલી
- ઇમારતોને વારંવાર નોટિસો ફટકારી સંતોષ માનવામાં આવે છે
વડોદરામાં મોડી રાત્રે માંડવી મેઇન રોડ પર ઇમારત ધરાશયી થઇ હતી. જેમાં દાંડિયાબજાર ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું હતુ. ત્યારે મકાનનો ભાગ કાર પર પડતા કારને નુકશાન પહોંચ્યું છે. સદનસીબે ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઇ નથી.
આ પણ વાંચો: ગુજરાતમાં જાણો કેમ વધી રહી છે આટલી ઠંડી
જર્જરીત મકાન ધરાશાયી થતા પાલિકાની પોલ ખુલી
શહેરમાં જર્જરીત મકાન ધરાશાયી થતા પાલિકાની પોલ ખુલી છે. તેમાં બેન્કરોડ અપનાબજાર ખાતે મંદિરની બાજુમાં જર્જરિત મકાન ધારાશયી થતા સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ઘટના બાદ ભારે જહેમતથી ફાયરના જવાનોએ દોરડા બાંધી કારને કાટમાળ નીચેથી બહાર કાઢી હતી. જેમાં સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહની નહિ થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જો દિવસ દરમ્યાન મકાન પડ્યું હોત તો મોટી જાનહાનીની સંભાવના રહેલી હતી.
જર્જરીત ઇમારતોને વારંવાર નોટિસો ફટકારી સંતોષ માનવામાં આવે છે
કોર્પોરશન દ્વારા જર્જરીત ઇમારતોને વારંવાર નોટિસો ફટકારી સંતોષ માનવામાં આવે છે. જેમાં માંડવી જેવા ભરચક વિસ્તારમાં ઈમારત ધરશાયી થતા લોકોમાં પાલિકા સામે છુપો રોષ જોવા મળ્યો છે. તેમજ જર્જરીત ઈમારત ધારાશયી થયાના સમાચાર વાયુવેગે પ્રસરતા ઘટના સ્થળે લોકટોળા જોવા માટે ઉમટ્યા હતા. તેમજ તંત્રએ તાત્કાલિક પગલા લઇ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.