ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી, 300 જેટલા બાંગ્લાદેશી ઘૂસણખોરોને કર્યા ડિપોર્ટ

  • ગેરકાયદે રહેતા ઘુસણખોરો સામે સરકારે લાલ આંખ કરી
  • બાંગ્લાદેશીઓને એરક્રાફ્ટ મારફતે તેમના દેશ પરત મોકલી દેવાયા
  • ગેરકાયદે રહેઠાણો પર પણ બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી

જમ્મુ-કાશ્મીરમાં પહલગામ હુમલાના બાદ ગુજરાત સરકાર પણ એલર્ટ થઈ ગઈ હતી. આ હુમલા બાદ ગુજરાતમાં ગેરકાયદે રહેતા ઘુસણખોરો સામે સરકારે લાલ આંખ કરી હતી. જેને લઈને અમદાવાદના ચંડોળા સહિત રાજ્યના અનેક જિલ્લામાંથી ઘુસણખોરોને વીણી-વીણીને શોધી કાઢ્યા હતાં. ત્યારબાદ તેમના ગેરકાયદે રહેઠાણો પર પણ બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી. એવામાં હવે રાજ્યભરમાંથી પકડેલાં 300 જેટલા બાંગ્લાદેશીઓના ડિપોર્ટેશનની કવાયત હાથ ધરી હતી.

બાંગ્લાદેશીઓને એરક્રાફ્ટ મારફતે તેમના દેશ પરત મોકલી દેવાયા

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ બાંગ્લાદેશીઓને એરક્રાફ્ટ મારફતે તેમના દેશ પરત મોકલી દેવાયા છે. ગેરકાયદે બાંગ્લાદેશીઓને પકડવા માટે અમદાવાદ, સુરત જેવા જિલ્લામાં આપરેશન હાથ ધરાયું હતું. આ ઓપરેશનનમાં અમદાવાદમાંથી 800 અને સુરતમાંથી 134 બાંગ્લાદેશીઓ ઝડપાયા હતાં. આ તમામની અટકાયત કરી તેમના દસ્તાવેજો તપાસતા તેઓ બાંગ્લાદેશ છે અને ગેરકાયદે ઘુસણખોરી કરી રહેતા હતાં તેની પુષ્ટિ કરાઈ હતી.

સુરતના 134માંથી 90 વ્યક્તિએ ગેરકાયદે ઘુસણખોરી કરી હોવાની પુષ્ટિ થઈ

સુરતના 134માંથી 90 વ્યક્તિએ ગેરકાયદે ઘુસણખોરી કરી હોવાની પુષ્ટિ થઈ હતી. બીજી બાજુ અમદાવાદમાં 800માંથી 200 જેટલા લોકો ગેરકાયદે ઘુસણખોરી કરવાનું સામે આવ્યું હતું. આ તમામને ગુપ્ત રીતે રાજ્ય સરકારે પોતાના વતન પરત મોકલી દીધા છે. મળતી માહિતી મુજબ, ગુજરાત પોલીસે બાંગ્લાદેશીઓને વતન પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ આખુય ઓપરેશન રાજ્ય સરકારની સીધી સૂચનાથી ગુપ્ત રીતે કરવામાં આવ્ચું હતું.

આ પણ વાંચો: ગુજરાતમાં કમોસમી વરસાદથી 48 કલાકમાં 21 લોકોના મૃત્યુ, અનેક જિલ્લામાં ભારે નુકસાન

Back to top button