ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગુજરાત પોલીસે રાજસ્થાન કોંગ્રેસના પ્રવક્તાની 1.5 કરોડના ગેરકાયદે વ્યવહારો મામલે કરી ધરપકડ

  • કોંગ્રેસના પ્રવક્તા મનીષ મેવાડાએ તેનું બેંક એકાઉન્ટ વીમા કર્મચારીને દર મહિને 50 હજાર રૂપિયા પર આપ્યું હોવાનું કહ્યું 

જયપુર, 6 જુલાઇ: રાજસ્થાન કોંગ્રેસના પ્રવક્તા મનીષ મેવાડાની આજે શનિવારે ગુજરાત પોલીસે ધરપકડ કરી છે. 1.54 કરોડ રૂપિયાના ગેરકાયદે વ્યવહારોના કેસમાં પોલીસ રાજસ્થાનના બુંદી પહોંચી હતી. અહીં કોતવાલી પોલીસ સ્ટેશનની મદદથી મનીષ મેવાડાને તેના ઘરેથી ધરપકડ કરીને ગુજરાત લઈ જવામાં આવ્યો હતો. મેવાડાએ તેનું બેંક એકાઉન્ટ એક વીમા કર્મચારીને દર મહિને 50 હજાર રૂપિયા પર આપ્યું હતું. આ મામલે તપાસ કરતી વખતે ગુજરાત પોલીસને જાણવા મળ્યું હતું કે, મેવાડાના ખાતામાં 1.54 કરોડ રૂપિયાના વ્યવહારો થયા હતા. આ કેસમાં પોલીસે મેવાડાને આરોપી બનાવી ધરપકડ કરી છે. ભાજપના પ્રવક્તા લક્ષ્મીકાંત ભારદ્વાજે મેવાડાની ધરપકડ પર પ્રતિક્રિયા આપતા લખ્યું કે, ‘પાપ જોરથી બહાર આવી રહ્યા છે રાહુલ ગાંધી’

મેવાડાની ધરપકડથી કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો

ગેરકાયદેસર વ્યવહારોના કેસમાં કોંગ્રેસના પ્રવક્તા મનીષ મેવાડાની ધરપકડ બાદ કોંગ્રેસમાં જોરદાર ખળભળાટ મચી ગયો છે. ગુજરાત પોલીસે તેને રૂ. 1.5 કરોડના ગેરકાયદેસર વ્યવહારોના કેસમાં આરોપી બનાવી તેની ધરપકડ કરી છે. તેમના ખાતામાંથી રૂ. 1.5 કરોડના વ્યવહારોની પુષ્ટિ થઈ છે. આ પછી ગુજરાત પોલીસ બુંદી પહોંચી, જ્યાં સ્થાનિક પોલીસની મદદથી મનીષ મેવાડાની કરી. પોલીસના જણાવ્યા અનુસાર, ગુજરાતના મહેસાણા વિસ્તારમાં એક વ્યક્તિ રમણીશંકર પટેલના ખાતામાંથી 1.5 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. તેમના ખાતામાંથી જે રકમ ટ્રાન્સફર થઈ, તે ખાતું કોંગ્રેસના નેતા મનીષ મેવાડાનું હતું. મેવાડાના ખાતામાં 1.5 કરોડ રૂપિયાની એન્ટ્રીના પુરાવા ગુજરાત પોલીસ પાસે છે.

મારું ચાલુ ખાતું વીમા કંપનીના કર્મચારીઓને આપ્યું હતું: કોંગ્રેસ નેતા 

કોંગ્રેસના નેતા મનીષ મેવાડાની ધરપકડ કર્યા પછી, તેને કોતવાલી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો, જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે મેવાડાએ જણાવ્યું હતું કે, તેણે તેનું કરન્ટ એકાઉન્ટ વીમા કંપનીના કર્મચારીને આપ્યું હતું. તેના બદલામાં તે કર્મચારી તેને દર મહિને 50 હજાર રૂપિયા આપતો હતો. આ દરમિયાન અચાનક તેના ખાતામાં 1.5 કરોડ રૂપિયાની એન્ટ્રીનો મેસેજ આવ્યો. આ પછી તેણે બેંકમાં ખાતું ફ્રીઝ કરાવ્યું. કોંગ્રેસ નેતાએ તેમના પર લાગેલા આરોપોને ખોટા ગણાવ્યા છે. અહીં, પોલીસના જણાવ્યા અનુસાર, 6 મહિનામાં બુંદીની બેંકમાંથી 1.5 કરોડ રૂપિયાની રકમ પણ ઉપાડી લેવામાં આવી હતી. હાલ પોલીસ મેવાડાને તેમની સાથે ગુજરાત લઈ ગઈ છે, જ્યાં વધુ પૂછપરછ કરવામાં આવશે.

આ પણ જુઓ: દરેક જીલ્લામાં પક્ષના કાર્યાલયનું નિર્માણ થાય તે માટે વડાપ્રધાનનો સંકલ્પ ગુજરાતમાં મહંદઅંશે પુર્ણ થયો : સી.આર.પાટીલ

Back to top button