ગુજરાત: સલમાન ખાનના ઘરે ફાયરિંગ મામલે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને સુરતમાંથી મળી મોટી સફળતા
- એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયકના હાથમાં કેસ છે
- સુરતની તાપી નદીમાં ફેંકાયેલી 2 રિવોલ્વર મળી આવી
- આરોપીઓને મુંબઈ અને કચ્છ પોલીસની સંયુક્ત ટીમોએ ભુજથી ઝડપી લીધા હતા
સલમાન ખાનના ઘરે ફાયરિંગ મામલે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને સુરતમાંથી મોટી સફળતા મળી છે. જેમાં સુરતની તાપી નદીમાં ફેંકાયેલી 2 રિવોલ્વર મળી આવી છે. શૂટરોએ રિવોલ્વર તાપી નદીમાં ફેંકી હતી. જેમાં બન્ને રિવોલ્વરમાંથી બુલેટ્સ પણ મળી આવી છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ સુરતમાં તપાસ માટે આવી હતી જેમાં સફળતા મળી છે.
આ પણ વાંચો: અમદાવાદ : એરપોર્ટ પર પ્રવાસી પાસેથી 34 લાખનું સોનું પકડાયું, નવી મોડસ ઓપરેન્ડી સામે આવી
આરોપીઓને મુંબઈ અને કચ્છ પોલીસની સંયુક્ત ટીમોએ ભુજથી ઝડપી લીધા હતા
વિક્કી અને સાગર પાલે ગત 14 એપ્રિલે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલ ગેલેક્સી એપાર્ટમેન્ટમાં 58 વર્ષીય સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ બંને બાઈકમાં ફરાર થઈ ગયા હતા. ટેક્નિકલ સર્વિલાન્સના આધાર પર તેમને 16 એપ્રિલે મુંબઈ અને કચ્છ પોલીસની સંયુક્ત ટીમોએ ભુજ શહેરથી ઝડપી લીધા હતા, ત્યાં બંને સુતેલા હતા. બાદમાં બંનેને ઝડપીને મુંબઈ પોલીસને સોંપી દેવાયા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં પરશોત્તમ રૂપાલા વિવાદ : ડેમેજ કંટ્રોલ માટે ભાજપના આગેવાનોની દોડધામ
એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયકના હાથમાં કેસ છે
ક્રાઈમ બ્રાન્ચની બાંદ્રા યુનિટ 9એ સુરતમાં તપાસ કરી હતી. જેમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયકના હાથમાં કેસ છે. જેમાં મુંબઈ પોલીસને સફળતા મળી છે. બોલીવુડ સ્ટાર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ થયુ હતુ. જેમાં દયા નાયકની ટીમને બે રિવોલ્વર મળી આવી છે. બે વેપન નદીમાંથી રિકવર કરવામાં આવ્યા છે. બંને હત્યારમાં બુલેટ્સ પણ મળી આવી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની બાંદ્રા યુનિટ 9 નંબરની ટીમ સુરત આવી હતી. જેમાં એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ દયા નાયક સુરત શહેરમાં આવ્યા હતા. જેમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ મુંબઈ માટે રવાના થઇ છે.