ગુજરાત

ગુજરાત: મેકડોનાલ્ડ શોપને મનપાએ ગંદકી કરવા બદલ રૂ.25 હજારનો દંડ ફટકાર્યો

Text To Speech
  • શોપ પાસે ગંદકીના થર જોવા મળતા મનપાએ કાર્યવાહી કરી
  • સગાસણ સ્થિત મેકડોનાલ્ડ શોપને મનપાએ 25 હજારનો દંડ ફટકાર્યો
  • સમગ્ર શહેર અને જિલ્લામાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ

ગુજરાતમાં મેકડોનાલ્ડ શોપને મનપાએ ગંદકી કરવા બદલ રૂ.25 હજારનો દંડ ફટકાર્યો છે. જેમાં ગંદકી કરવા બદલ સરગાસણ સ્થિત મેકડોનાલ્ડ પાસેથી 25 હજારનો દંડ વસૂલાયો છે. મહાનગરપાલિકા દ્વારા ગંદકી કરતા એકમો સામે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતની ફાર્મા કંપનીઓએ રોકાણકારોની ઇન્વેસ્ટમેન્ટની હેલ્થ વધારી, જાણો કેવી રીતે 

શોપ પાસે ગંદકીના થર જોવા મળતા મનપાએ કાર્યવાહી કરી

સગાસણ સ્થિત મેકડોનાલ્ડ શોપને મનપાએ 25 હજારનો દંડ ફટકાર્યો છે. શોપ પાસે ગંદકીના થર જોવા મળતા મનપાએ કાર્યવાહી કરી છે. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગંદકી કરતા કોમર્શિયલ એકમો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. આ મામલે સગાસણ સ્થિત મેકડોનાલ્ડ શોપને મનપાએ 25 હજારનો દંડ ફટકાર્યો છે. શોપ પાસે ગંદકીના થર જોવા મળતા મનપાએ આ કાર્યવાહી કરી છે. જેના કારણે અન્ય વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો: ગુજરાત: જો તમને પાર્ટટાઇમ જોબ ઓફરનો ફોન આવે તો સાવધાન 

સમગ્ર શહેર અને જિલ્લામાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ

મનપાની ટીમ દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શહેરને સ્વચ્છ રાખવા અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે ઝુંબેશ હાથ ધરી છે. તાજેતરમાં જ સમગ્ર શહેર અને જિલ્લામાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ હતું. તેમ છતા હજુપણ કેટલાક કોમર્શિયલ એકમો એવા છેકે, જે પોતાના વિસ્તારમાં સાફસફાઇનું ધ્યાન રાખતા નથી. જેની સામે મનપા દ્વારા છાશવારે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. મનપાની ટીમ દ્વારા સરગાસણ સ્થિત મેકડોનાલ્ડ શોપ પાસે તપાસ કરી હતી. જ્યાંથી મોટી સંખ્યામાં કચરો જોવા મળ્યો હતો. મેકડોનાલ્ડ શોપમાંથી ફાસ્ટફુડ લઇને જ્યાં ત્યાં જાહેરમાં કચરો ફેંકવામાં આવ્યો હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાઇ રહ્યુ હતું. જેનો યોગ્ય નિકાલ પણ કરાયો નહતો. જે બાબત ધ્યાનમાં આવતા મનપા દ્વારા શોપ સંચાલકને રૂ.25 હજારનો દંડ ફટકાર્યો હતો. જે દંડ વસુલ પણ કરાયો હતો.

Back to top button