ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: આજે RTO કચેરીમાં કામ માટે જતા હોય તો આ સમાચાર ખાસ વાંચો

Text To Speech
  • 37 આરટીઓ કચેરીમાં સર્વરના ધાંધિયાથી અરજદારો પરેશાન
  • સોમવારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા અરજદારોએ આવવું નહીં: આરટીઓ અધિકારી
  • મંગળવારે સર્વર ચાલુ થશે કે નહીં ? તેને લઈને અધિકારીઓ અસમંજસમાં

ગુજરાતમાં આજે RTO કચેરીમાં કામ માટે જતા હોય તો આ સમાચાર ખાસ વાંચો. જેમાં રાજ્યની RTO કચેરીમાં આજે સર્વર બંધ રહેશે, ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાવામાં આવશે નહિ. તેમજ મંગળવાર સુધીમાં સર્વર ચાલુ થવા અંગે અધિકારીઓ જ અસમંજસમાં છે.

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો, કારનું પડીકુ વડી જતા 3 લોકોના મૃત્યુ

રવિવારે આરટીઓ અધિકારીઓએ મૌખિક જાહેરાત કરી

રવિવારે આરટીઓ અધિકારીઓએ મૌખિક જાહેરાત કરી હતી. સોમવારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા અરજદારોએ આવવું નહીં. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી આરટીઓમાં સર્વર બંધ રહેવાના લીધે પાકા લાઇસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ લઈ શકાતી નથી. બીજી તરફ મંગળવારે સર્વર ચાલુ થશે કે નહીં ? તેને લઈને અધિકારીઓ અસમંજસમાં છે. અત્યાર સુધીમાં 30 હજારને સીધી અસર થઈ છે.

આ પણ વાંચો: ગુજરાત: બટાકાની ખેતી કરતા ખેડૂતો માટે ખુશીના સમાચાર, આ વર્ષે ફાયદો થવાની ધારણા

37 આરટીઓ કચેરીમાં સર્વરના ધાંધિયાથી અરજદારો પરેશાન

રાજ્યની 37 આરટીઓ કચેરીમાં સર્વરના ધાંધિયાથી અરજદારો પરેશાન થઇ ગયા છે. આરટીઓમાં સતત 72 કલાક સર્વર ડાઉન રહેવાના લીધે અને અગાઉ સર્વરની સમસ્યાથી રદ થયેલી એપોઇન્ટ મળી અંદાજે 30 હજાર લોકોને સીધી અસર થઇ છે. જેના કાચાં લાઇસન્સ એક્સપાયર થઇ ગયા છે. તેને રિન્યુ કરાવવાનો ખર્ચ કરવો પડશે. લોકોને એપોઇન્ટમેન્ટનો પણ ખર્ચ કરવો પડે છે. ઓનલાઇન કામગીરી નહીં કરી શકતા અથવા સયમના અભાવે એજન્ટોનો સહારો લેતા લોકોને બિનજરૂરી આર્થિક ખર્ચ વધે છે. એકવાર એપોઇન્ટ રદ થયા પછી બીજીવાર મેળવવામાં વધુ સમય જાય છે. અગાઉ સતત ચાર દિવસ સર્વની સમસ્યા રહેતા રદ કરાયેલી એપોઇન્ટમેન્ટના તમામ અરજદારોને સમય મર્યાદમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે તક આપી હતી. તે રીતે ફરી તક આપવા માંગ ઉઠી છે.

Back to top button