ગુજરાત: કરદાતાની આવક-ખર્ચમાં મોટો તફાવત જણાશે તો આવકવેરા કચેરીની નોટિસ આવશે

- આવકવેરા કચેરી તમારા આકવેરાના રિટર્નની ચકાસણી પણ કરશે
- અત્યાર સુધીમાં આવકવેરાના ૬૦ લાખથી વધુ રિટર્ન ફાઈલ કરી દેવામાં આવ્યા
- ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને કરવામાં આવેલા ખર્ચાઓ પકડી શકાય છે
તમારી આવક અને ખર્ચ વચ્ચે મોટો તફાવત જણાશે તો આવકવેરા ખાતું તમને નોટિસ આપી શકે છે. આવકવેરા કચેરી પાસે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સહિતની નવી ટેક્નોલોજી ઉપલબ્ધ હોવાથી અને ડેટાએનાલિટિક્સના નિયમોને વધુ ચુસ્ત બનાવી દેવામાં આવ્યા હોવાથી તમે જાહેર કરેલી આવક અને તમે કરેલા ખર્ચની વિગતો તે મેળવી શકે છે. તેથી કરદાતાએ હવે પછી પારદર્શકતાથી આવકવેરો ભરી દેવાનો રહેશે અન્યથા તમને આવકવેરા ખાતાની નોટિસ મળી શકે છે.
આવકવેરા કચેરી તમારા આકવેરાના રિટર્નની ચકાસણી પણ કરશે
કરદાતા ટેક્સ ડિડક્શન એટ સોર્સની રકમનું રિફંડ માગશે તો તેવા સંજોગોમાં આવકવેરા કચેરી તમારા આકવેરાના રિટર્નની ચકાસણી પણ કરશે. આવકવેરા ધારા હેઠળ 2025ના વર્ષથી નવા નિયમો અમલમાં આવ્યા હોવાથી કરદાતા તમારી ટીડીએસના રિફંડના ક્લેઈમની બારીકાઈ પૂર્વક ચકાસણી કરીને પછી જ રિફંડ આપશે. 2025-26ના આકારણી વર્ષમાં કરદાતાના રિટર્નની ચુસ્ત સ્ક્રૂટિની કરવા માટેના નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. કરદાતાએ હાઈવેલ્યુ ટ્રાન્ઝેક્શન કર્યા હશે તેના વહેવારો પર રેડફ્લેગ રિફ્લેક્ટ થશે. તેને આધારે પણ કરદાતાને આવકવેરા ખાતાની નોટિસ મળી શકે છે. તમારા ઓનલાઈન આર્થિક વહેવારોને જોઈને આપોઆપ જ તમને નોટિસ પાઠવી દેવામાં આવે તેવી પણ સંભાવના રહેલી છે. 2025-26ના વર્ષના આકારણી અંગેના નિયમ મુજબ કરદાતા સામે ફરજિયાત તપાસ કરવામાં આવશે.
અત્યાર સુધીમાં આવકવેરાના ૬૦ લાખથી વધુ રિટર્ન ફાઈલ કરી દેવામાં આવ્યા
અત્યાર સુધીમાં આવકવેરાના ૬૦ લાખથી વધુ રિટર્ન ફાઈલ કરી દેવામાં આવ્યા છે. તેમાંથી એક લાખથી વધુ રિટર્નનું પ્રોસેસિંગ થઈ ગયું હોવાનું આવકવેરા ખાતાની વેબસાઈટ પર જણાવવામાં આવ્યું છે. આવકવેરા ખાતાને કરચોરી કરનારા કરદાતાઓ પર તૂટી પડવાની સૂચના આપી દેવામાં આવી છે. તેને માટે ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ડેટા એનાલિટિક્સ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં મોટી રકમના સોદાઓની વિગતો પકડી પાડવામાં આવે છે. તેમ જ મિલકતની ખરીદીમાં કરવામાં આવેલા રોકાણની વિગતો પકડી પાડવામાં આવે છે. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને કરવામાં આવેલા ખર્ચાઓ પકડી શકાય છે.
આ પણ વાંચો: ગુજરાત: જો માર્ગ સમારકામ ન થાય તો ‘મેરી સડક એપ’ પર ફરિયાદ કરો












