ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત હાઈકોર્ટે ઈ-મેલ માય કેસ સ્ટેટસ લાઈવ પોર્ટફોલિયો સેવા શરૂ કરી

Text To Speech

ગુજરાત હાઈકોર્ટે શનિવારથી ઈમેલ માય કેસ સ્ટેટસ (EMCS) લાઈવ પોર્ટફોલિયો સેવા શરૂ કરી છે. આ અંતર્ગત હવે હાઈકોર્ટના આ પોર્ટલ પરથી હાઈકોર્ટના આદેશો અને નિર્ણયોની ડીજીટલ હસ્તાક્ષરિત ઈ-પ્રમાણિત નકલો મેળવી શકાશે. આ માટે વકીલો, સરકારી વિભાગ, પોલીસ સ્ટેશનના કર્મચારીઓ, જેલ પ્રશાસન, બેંક, વીમા કંપની, પક્ષકારો અને અન્ય વ્યક્તિઓએ હાઈકોર્ટમાં આવવાની જરૂર રહેશે નહીં. આ માટે, તેમણે નેટબેંકિંગ, યુપીઆઈ, ડેબિટ કાર્ડ દ્વારા જરૂરી ફી ઓનલાઈન ભરવાની રહેશે. ફીની સફળ ચુકવણી પછી બે દિવસમાં ડિજિટલી હસ્તાક્ષરિત ઈ-પ્રમાણિત નકલ ઈ-મેલ દ્વારા પ્રાપ્ત થશે. તેમને લાઇવ પોર્ટફોલિયોમાં પણ મળશે. તેમાં QR કોડ પણ હશે જેથી તેની સત્યતા ચકાસી શકાય.

આ પણ વાંચો : શુક્રવારે સાંજે ગુજરાતની જેલોમાં થયેલ સરપ્રાઈઝ ચેકિંગમાં શું મળ્યું ? જાણો સંપૂર્ણ વિગત
ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ અને હાઈકોર્ટની IT કમિટીએ લોકોની સુવિધા માટે આ પોર્ટલ હેઠળ વધુ એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. તેના દ્વારા વકીલો અને અન્ય વ્યક્તિઓ પણ તેમના કેસની રિયલ ટાઈમ સ્થિતિ, ઓર્ડર, નિકાલની માહિતી પણ મેળવી શકશે. અન્ય મહત્વની માહિતી પણ ડેશબોર્ડ દ્વારા ઉપલબ્ધ થશે. ડેશબોર્ડ દ્વારા, અરજદારો તેમના કેસ સંબંધિત ઓર્ડર પણ ડાઉનલોડ કરી શકશે. એટલું જ નહીં, આ પોર્ટલ પર નોંધાયેલા વપરાશકર્તાઓ ઓર્ડર અને ચુકાદાઓની ડિજિટલી હસ્તાક્ષરિત ઈ-પ્રમાણિત નકલો પણ મેળવી શકે છે. જેમાં એક QR કોડ પણ હશે, જેના દ્વારા ઓર્ડર અને નિર્ણયોની સત્યતા ચકાસી શકાય છે. આ સેવા ગુજરાત હાઈકોર્ટના કેસ સ્ટેટસ પોર્ટલ પર શરૂ કરવામાં આવી છે.

Back to top button