શાળાઓમાં ઈન્ટરનેટ સુવિધા પૂરી પાડવામાં ગુજરાતે મેળવ્યું આ સ્થાન !
ગુજરાત રાજ્ય સમગ્ર દેશ સહિત વિશ્વમાં પણ એક મોડેલ રાજ્ય તરીકે જાણીતું બન્યું છે ત્યારે ગુજરાત મોડલ હવે શિક્ષણ ક્ષેત્રે સમગ્ર દેશમઆ અવલ્લ આવ્યું છે. દેશભરમાં 10 હજારથી વધુ સરકારી સ્કૂલ ધરાવતા 20 મોટાં રાજ્યો છે. આ તમામ રાજ્યમાં ઇન્ટરનેટની સુવિધા મામલે,
- ગુજરાત 94.18% સાથે પ્રથમ ક્રમે
- રાજસ્થાન 53.50% સાથે બીજા ક્રમે
- પંજાબ 46.79% સાથે ત્રીજા ક્રમે
- આંધ્રપ્રદેશ 45% સાથે ચોથા ક્રમે
- છત્તીસગઢ 33.78% સાથે પાંચમા ક્રમે
- મહારાષ્ટ્ર 28.84% સાથે આઠમા ક્રમે
- મધ્યપ્રદેશ 17.73% સાથે બારમાં ક્રમે
- પશ્ચિમ બંગાળ 15.50% સાથે 14મા ક્રમે
આ પણ વાંચો: અદાણીના 2010 માં અટકેલાં પ્રોજેક્ટની શરૂઆત 2014થી કેવી રીતે થઈ? જાણો સમગ્ર વિગતગુજરાતમાં કુલ 34699 સરકારી શાળાઓ છે. જેમાંથી 32781 શાળાઓમાં ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ છે એટલે કે રાજ્યની 94.18% શાળામાં ઇન્ટરનેટની સુવિધા છે. આ સાથે જ રાજસ્થાનમાં 68948 સરકારી શાળાઓ છે. જેમાંથી 36889 શાળાઓમાં ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ છે એટલે કે રાજ્યની 53.50% શાળામાં ઇન્ટરનેટની સુવિધા છે. જ્યારે ત્રીજા ક્રમાંક પર પંજાબ રાજ્ય છે. પંજાબમાં કુલ 19259 શાળા છે. જેમાંથી 9013 શાળામાં ઈન્ટરનેટ છે. એટલે કે 46.79% શાળામાં ઇન્ટરનેટની સુવિધા છે. જ્યારે ચોથા ક્રમાંક પર આંધ્રપ્રદેશ છે. જ્યાં 45137 શાળા છે. અને 20313 શાળામાં ઇન્ટરનેટની સુવિધા છે. એટલે કે 45.00% શાળામાં ઈન્ટરનેટ છે. જ્યારે પંચમાં ક્રમ પર છત્તીસગઢ છે. જ્યાં 48743 શાળાઓ છે જેમાંથી 16469 શાળામાં ઇન્ટરનેટ પહોંચ્યું છે. એટલે કે 33.78% શાળામાં ઇન્ટરનેટ છે. દેશના કેન્દ્રશાસિત પ્રદેશોની વાત કરવામાં આવે તો દેશમાં ચંડીગઢ, દિલ્હી અને પુડુચેરી એ ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારી સ્કૂલોમાં 100% ઇન્ટરનેટ સુવિધા છે.