દિલ્હીમાં CM અને CR સાથે મોદી-શાહે 5 કલાક સુધી કરી બેઠક, આ મુદ્દા પર થઈ ચર્ચા
વિધાનસભા ચૂંટણી માટે ભાજપે તમામ મોર્ચે તૈયારી કરી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે તમામ મોર્ચે એક્ટિવ થઈ ગયા છે. શુક્રવારે મોડી સાંજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને ભાજપના કોર ગ્રુપની બેઠક મળી હતી. વડાપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, સંગઠન મંત્રી હાજર રહ્યા હતા.
આશરે પાંચ કલાક ચાલેલી બેઠકમાં ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ચૂંટણીના કાફલાને પાર કરવા માટે ભવિષ્યવાદી વ્યૂહરચના તૈયાર કરવામાં આવી હતી. જેમાં આચારસંહિતા પહેલા સરકાર દ્વારા વિવિધ બોર્ડના પ્રમુખો માટેની જાહેરાતો કરવા અને કેટલીક નિમણુંકો અંગેની પણ ચર્ચા થઈ હોવાનું તારણ લગાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : ગુજરાતની ચૂંટણી 2022માં ‘પટેલ ફેક્ટરની અસર !
આ ઉપરાંત બેઠકો માટેના ઉમેદવારોના નામથી લઈ ચૂંટણી પ્રચાર માટેની કામગીરી પર પણ વિચારણ થઈ હતી. મળતી માહિતી પ્રમાણે આ બેઠક લગભગ 5 કલાક સુધી ચાલી હતી. જેમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની રણનીતિ પર ચર્ચા થઇ હતી.
આ પણ વાંચો : દિલ્હીમાં ગુજરાત ભાજપનું મનોમંથન : CM અને CR સાથે સંગઠન મહામંત્રી રત્નાકારને હાઈકમાન્ડનું તેડું